mysamachar.in-જામનગર
શહેરમાં છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ અને જામ્યુકો દ્વારા રીતસરનો ઉપાડો લઈને નિર્દોષ વાહન ચાલકોને દંડી રહી છે,અને ખાસ કરીને મહિલા,યુવતીઓને દંડ ફટકારી રહી છે તેનાથી ટ્રાફિક સમસ્યાનો હલ થશે તેવો યક્ષ પ્રશ્ન પ્રબુધ્ધ નાગરિકોને ખુંચી રહ્યો છે
ગોંડલના દીર્ઘદ્રષ્ટા રાજવીએ તેના સમયમાં ગોંડલ શહેરની બેનમુન રચના કરી હતી જે આજે પણ વખણાઈ રહી છે,ત્યારે જામનગરની અગાઉની રચના પણ વસ્તીના પ્રમાણમાં કરવામાં આવી હતી પરંતુ આજે જામનગરની અંદાજે 7 લાખની વસ્તી હોય અગાઉના નગરપાલિકા સતાધીશો થી માંડીને હાલના મહાનગરપાલિકાના સતાધીશોની અણઆવડતના અભાવે શહેરમાં ગેરકાયદેસર દબાણો, બિલ્ડિંગોમાં પાર્કિંગનો અભાવ સહિત ઘણી બેદરકારીના કારણે ટ્રાફિક સમસ્યા કારણભૂત છે,
આ મામલે જામનગરના વકીલ ગીરીશભાઈ સરવૈયાએ હાલમાં ચાલી રહેલા ટ્રાફિક ડ્રાઈવના તરકટ સામે એસ.પી ને પત્ર લખી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે તેમની સાથે મિટિંગ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો માસ્ટર પ્લાન આપી શકે અને જામનગરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે વકીલ ગિરીશ સરવૈયાએ અદાલતમાં પ્લાનની અમલવારી માટે કેસ પણ દાખલ કરેલ છે,
આજે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ સામે નિર્દોષ લોકો દંડતા MYSAMACHAR.IN ને ભોગ બનેલા હિમાંશુભાઇ દવેએ જણાવ્યું હતું કે, મોટાભાગે વાહનોના કાગળો હોવા છતાં પોલીસ મસમોટા દંડ ફટકારતી હોવાનો તેવોએ બળાપો કાઢ્યો હતો
જયારે જામનગરના શ્વાસ ઇન્ડિયા સંસ્થાના પ્રમુખ ભાર્ગવભાઇ ઠાકરે MYSAMACHAR.IN ને જણાવ્યું હતું કે, કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ટુ અને ફોર વહીલર વાહન ચાલકો નિયમો પાળવા જોઈએ બરોબર છે પરંતુ ટ્રાફિક સમસ્યા સામે પોલીસે કોઈ અસરકારક કામગીરી કરેલ નથી વધુમાં અમારા માધ્યમથી સૂચન સાથે એસ.પી.શરદ સિંઘલને મેસેજ કરીને જણાવ્યું છે કે, શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર પીળા પટ્ટામાં વાહન ચાલકો ઉભો રહે તેને હાંકી કાઢો, દંડ ફટકારવાથી શું ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે તેવો એસ.પી.ને સવાલ કરાયો છે,
આમ મુખ્યમંત્રીએ મહાનગરોની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ગેરકાયદેસર દબાણો,પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની સૂચના આપી છે,જેના અર્થઘટન વિરુધ્ધ રસ્તે જતા વાહન ચાલકોને દંડીને શું પોલીસ ટ્રાફિક સમસ્યા હલ કરી શકશે અને આવી કાર્યવાહીથી સરકારની છબી ખરડાતી હોય તેવું આમ નાગરિકમાં ચર્ચાઈ રહ્યું છે