Mysamachar.in-વડોદરા:
ચૂંટણી આવતા જ નેતાઓના બોલ બદલવા લાગશે, કોઈ નેતાની જીભ કાબુમાં રહેશે તો કોઈ નેતાની જીભ એવી લપસી જશે કે તેને વિરોધનો પણ સામનો કરવો પડશે, વાત છે થોડા દિવસો પૂર્વેની જ્યારે વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સમગ્ર રાજયમાં એક વિડીયો ઘણો જ વાઇરલ થયો હતો.વાઇરલ વિડિયોમાં વાઘોડિયામાં એક સભા દરમિયાન બીજેપીનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને ધમકી આપી રહ્યાનું સામે આવ્યું હતું.
કૉંગ્રેસે આ મામલે બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે. તો રાજ્ય ચૂંટણી પંચે પણ આ મામલે લાલ આંખ કરી છે અને તપાસનાં આદેશ આપ્યા બાદ આજે મધુ શ્રીવાસ્તવને શોકોઝ નોટીસ આપી અને ખુલાસો કરવા જણાવ્યુ છે,
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવે પોતાના ભાષણમાં મતદારોને ધમકી આપતા કહ્યું હતુ કે, “દરેક બૂથ પર કમળ ખીલવું જોઇએ, નહીં તો બધાને ઠેકાણે લગાવી દઇશ. મને કોઇનો ડર નથી લાગતો.” આવા વિધાનોનો ઉપયોગ કર્યો હોય હાલ તો ચૂંટણી પંચે શ્રીવાસ્તવને નોટીસ આપી છે, શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.