Mysamachar.in-વડોદરા:
જમાનો દિવસેને દિવસે ખરાબ આવતો જાય છે. કોના પર ભરોસો કરવો તે સમજવું મુશ્કેલ થઈ પડ્યું છે. એક વૃદ્ધે તેનાથી અડધી ઉમરની મહિલાને પોતાની એક્ટીવા મોટરસાઇકલ પર લીફ્ટ આપીને મદદ કરવા ગયા. પરંતુ આ મહિલા અને તેના સાગરીતોની ટોળકીએ આ વૃદ્ધને શિકાર બનાવીને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લીધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો મેટ્રો સીટી વડોદરામાં સામે આવ્યો છે.

હનીટ્રેપના આ રસપ્રદ કિસ્સાની જાણે વિગત એમ છે કે, વડોદરાના શહેરના સમા સાવલી રોડ પર રહેતા 74 વર્ષીય યોગેશભાઈ પાંચ દિવસ પહેલા એરપોર્ટ સર્કલથી સરદાર એસ્ટેટ તરફ જઇ રહ્યા ત્યારે ગાર્ડન પાસેથી વૃદ્ધે 35 વર્ષની મહિલાને લિફ્ટ આપી હતી. દરમિયાન પાછળથી રિક્ષામાં ચાર શખ્સોએ આવી એક્ટિવા ઉભી રખાવી હતી અને કહ્યું હતું કે તું આવા ધંધા કરે છે, મહિલાને લઈને ફરે છે, તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું અને પોલીસની ઓળખ આપી બળાત્કારના ગુન્હામાંથી બચવું હોય તો 5 લાખ આપવા પડશે અને વૃદ્ધના પાકીટમાંથી રોકડા ૭૦૦૦ તેમજ ATM કાર્ડમાંથી ૯૫૦૦ કાઢી લીધા બાદ વૃદ્ધ પાસેથી ઘરેથી ૧.૫૦ લાખ મંગાવીને સ્થળ પર જ ૧.૬૬ લાખ પડાવીને નાસી ગયા હતા, ત્યારબાદ બાકીની રકમ લેવા માટે ભેજાબાજો વૃદ્ધને મળતાં અસલી પોલીસે ગેંગના ચાર પૈકી બે શખ્સને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.