Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડના તાલુકાના નવા રણુજામાં આજે ભાઇબીજની ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, રણુજા ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામાપીર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર આજે વહેલીસવારથી જાણે ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ભાઇબીજના દિવસે રણુજામાં રામાપીરના મંદિરે અન્નકૂટ દર્શનનું પણ આયોજન અહી કરવામાં આવે છે, ત્યારે ભાઈબીજનું અનેરૂ મહત્વ હોય છે.ભક્તો આજ થી બાર બીજ ની માનતા રાખે છે.અને તે પરિપૂર્ણ પણ થાય છે તેવું જાણકારો કહે છે.

























































