• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, July 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

GG હોસ્પિટલનો સિકયોરિટી મામલો: સત્તાવાળાઓ એકદમ ગંભીર 

My Samachar by My Samachar
December 27, 2023
in જામનગર
Reading Time: 1 min read
A A
GG હોસ્પિટલનો સિકયોરિટી મામલો: સત્તાવાળાઓ એકદમ ગંભીર 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:જામનગર:

જામનગરની GG હોસ્પિટલની જૂની તથા નવી ઈમારતમાં થોડાં થોડાં સમયના અંતરે, સિકયોરિટી એજન્સીના કર્મચારીઓનો મુદ્દો ગાજતો રહે છે અને તેનાં વિડીયોઝ પણ વાયરલ થતાં રહે છે, જેને કારણે આ હોસ્પિટલની પ્રતિષ્ઠાને આંચ આવી રહી હોય, સત્તાવાળાઓ આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ન બને તે માટે એકદમ ચિંતિત અને ગંભીર છે. જીજી હોસ્પિટલ સંકુલમાં સમયે સમયે સિકયોરિટી કર્મચારીઓ અને તબીબો વચ્ચે અથવા સિકયોરિટી કર્મચારીઓ અને દર્દીઓના પરિવારજનો(મુલાકાતીઓ) વચ્ચે બબાલો થતી રહે છે. અને આ બબાલો સોશિયલ મીડિયાના આ સમયમાં વાયરલ પણ થતી રહે છે. હાલમાં પણ આવો એક વીડિયો વાયરલ થયો છે. 

હોસ્પિટલના એક મહિલા તબીબ અને એક સિકયોરિટી કર્મચારી વચ્ચે વાહન પાર્કિંગ મામલે તથા વાહનની સામાન્ય અથડામણ મુદ્દે બબાલ થઈ હતી, એવું બહાર આવ્યું છે. જો કે, મંગળવારની આ ઘટનામાં મહિલા તબીબનું વર્તન ચર્ચાઓમાં છે. અને, એક આધેડ સિકયોરિટી કર્મીને ઈજાઓ થઈ હોવાનું પણ કહેવાય છે. જીજી હોસ્પિટલમાં વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને Mysamachar.in દ્વારા આજે તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ એ હકીકતનો સ્વીકાર કર્યો હતો કે, આવી ઘટનાઓમાં કસૂરવાર કોણ હોય છે એ દરેક કિસ્સાઓમાં તપાસનો વિષય હોય છે પરંતુ આવી ઘટનાઓ ઈચ્છનીય નથી હોતી.

તેઓએ એમ પણ સ્પષ્ટ કર્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તબીબોને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવશે અને સિકયોરિટી કર્મચારીઓને પણ યોગ્ય વર્તન અંગે કડક ચેતવણી આપવામાં આવશે. આ ઉપરાંત સિકયોરિટી કર્મચારીઓને આ મુદ્દે તાલીમ પણ આપવામાં આવશે. અને જે સિકયોરિટી કર્મી એક કરતાં વધુ વખત આ પ્રકારની ઘટનાઓમાં સંડોવાયેલ માલૂમ પડશે તેને કાયમ માટે નોકરીમાંથી છૂટા પણ કરી દેવામાં આવશે. તબીબોને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓના પરિવારજનોને સિકયોરિટી કર્મચારીઓ પ્રત્યે કોઈ અસંતોષ ન જાગે તે માટે પણ સિકયોરિટી કર્મચારીઓને જરૂરી સમજણ આપવામાં આવશે. 

તેઓએ અંતમાં એમ પણ કહ્યું કે, તાજેતરમાં જે ઘટના બની તે અંગે આજે બપોરે સંબંધિત લોકોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે આવશ્યક પગલાંઓ ભરવામાં આવશે. કારણ કે, હોસ્પિટલ એવું સ્થળ છે જયાં આ પ્રકારની ઘટનાઓ કોઈ પણ રીતે અટકવી જ જોઈએ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®