Mysamachar.in:રાજકોટ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ જૂન, 2022 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 15 ટ્રેનોમાં જનરલ કોચમાં મુસાફરી કરવા માટે અનરિઝર્વ્ડ ટિકિટો આપવાની મંજૂરી આપી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, હવે નીચેની ટ્રેનોમાં આરક્ષિત ટિકિટો સાથે અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ આપવા માટે પરવાનગી આપવામાં આવી છે.
1. ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસમાં 01.06.2022 થી
2. ટ્રેન નં. 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં 01.06.2022 થી
3. ટ્રેન નં. 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસમાં 01.06.2022 થી
4. ટ્રેન નં 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં 01.06.2022 થી
5. ટ્રેન નં 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટમાં 01.06.2022 થી
6. ટ્રેન નં 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટમાં 01.06.2022 થી
7. ટ્રેન નં 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ માં 01.06.2022 થી
8. ટ્રેન નં 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસમાં 07.06.2022 થી
9. ટ્રેન નં 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં 03.06.2022 થી
10. ટ્રેન નં 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં 04.06.2022 થી
11. ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસમાં 06.06.2022 થી
12. ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસમાં 06.06.2022 થી
13. ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં 01.06.2022 થી
14. ટ્રેન નં 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં 01.06.2022 થી
15. ટ્રેન નં 19573 ઓખા-જયપુર એક્સપ્રેસમાં 06.06.2022 થી