Mysamachar.in-રાજકોટઃ
રાજ્યમાં જેવી રીતે પોલીસ આધુનિક બની રહી છે, તેવી રીતે ગુનેગારો પણ નીત નવા આઇડિયા શોધી લેતા હોય છે. પોલીસની ત્રીજી આંખ એવા સીસીટીવીથી બચવું મુશ્કેલ હોય છે, પરંતુ ગુનેગારોએ તેનો પણ રસ્તો શોધી લીધો હતો. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી હતી, રાજકોટ ક્રાઇમ બ્રાંચે ચિલઝડપના ગુનાને અંજામ આપતી પરપ્રાંતિય ગેંગનો પર્દાફાશ કરી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યોએ પોલીસ પુછપરછમાં કબૂલ્યું કે સીસીટીવીની પકડથી બચવા તેઓ હેલ્મેટ પહેરી ગુના આચરતા હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ તેમની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્યારસુધીમાં આ ટોળકીએ 23 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે.