mysamachar.in-બનાસકાંઠા:મહેસાણા
રાજ્યમાં રોજ કોઈ ને કોઈ કચેરીનો અધિકારી કે કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જાય છે,છતાં પણ જેને કટકી કરવી છે તેની કોઈ બીક કે સેહશરમ નડતી ના હોય તેમ એસીબીના કેસોમાં એક બાદ એક વધારો થવા લાગ્યો છે,આજે પણ એસીબી ટીમે બનાસકાંઠા અને મહેસાણા મા થી એક પોલીસ ઇન્સ્પેક્ટર સહીત કુલ ચાર લાંચિયાઓ ને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે,
જો બનાસકાંઠા ની વાત કરવામાં આવે તો વાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ છોટુભાઈ મુસલા એ ૪૯૮ ના કેસમાં ફરિયાદી વિરુદ્ધ ગુન્હો દાખલ નહિ કરવા માટે ૧૨૦૦૦ ની લાંચ માંગેલ અને તેમાંથી ૧૦૦૦ રૂપિયા સુથી પેટે પહેલા જ લઇ લીધેલા,જે બાદ આજે જયારે ૧૧૦૦૦ આપવાના હતા ત્યારે વાવ પોલીસ મથકના એએસઆઈ છોટુભાઈ વતી લાંચ સ્વીકારનાર માદેવભાઈ રાજપૂત અને એએસઆઈ છોટુભાઈ બંનેને ૧૧૦૦૦ ની લાંચ સ્વીકારતા એસીબી ટીમે ઝડપી પાડ્યા હતા,
જયારે મહેસાણામાં થયેલ લાંચના કેસમાં દારૂના કેસમાં હાજર કરવા અને નહિ મારવા પેટે કડી પોલીસ મથકના પી.આઈ પી.એસ.ગઢવી એ ૨૫૦૦૦ ની માંગણી કરેલ હોય જે અંગેની એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ આજે કડી પોલીસ મથકના પટાંગણમાં થી પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી વતી લાંચ લેતા જીઆરડી જવાન પરાગ પટેલ ને એસીબી એ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
આમ રાજ્યમાં વધુ એક વખત લાંચ લેવાના ગુન્હાઓમાં ગૃહવિભાગ પેહલો નંબર મેળવી લે તો નવાઈ નહિ.