mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી તંત્ર દ્વારા પાણીપુરી ની લારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે..અને યોગ્ય રીતે ઉત્પાદિત ના થઇ રહેલ અનહાઈજેનીક પ્રકારની પાણીપુરી ની રેકડીઓ પર જુદા જુદા જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે
ત્યારે કુંભકર્ણ ની નિંદ્રામાં થી રહી રહી ને જાગેલ જામનગર મહાનગરપાલિકા ના ફૂડ વિભાગ એ આજે જુદા જુદા ચાર સ્થળો જેમાં કૃષ્ણનગર અને પંજાબબેંક સહિતના વિસ્તારોમાં પાણીપુરી બનાવતા લારીવાળાઓ ને ત્યાંથી ૨૦ કિલો પાણીપુરી ૪૦ કિલો બટેટા સહિતનો વાસી સડેલા બટેકાનો જથ્થો જે યોગ્ય રીતે રાખવામાં નહોતો આવતો તેનો સ્થળ પર જ નાશ કરાવી અને આવા લારીવાળાઓ ને સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપવામાં આવેલ છે
લોકોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જામનગર શહેર મા પાણીપુરી ઉપરાંત પણ અન્ય ખાદ્યસામગ્રીઓ મુતરડીઓ અને ઉકરડાઓની નજીક ચાલી રહી છે ત્યાં મનપાની ફૂડ શાખાએ ચોક્કસ કાર્યવાહી કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ખાણીપીણીના ધંધાર્થીઓ સામે પણ તવાઈ બોલાવવી જોઈએ