mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના એક ગામે પાંચ નરાધમ શખ્સોએ ૧૪ વર્ષીય કિશોરનું રિક્ષામાં અપહરણ કરી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી મારમારી છોડી મુકયાનો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર કાલાવડ પંથકમાં આ કિસ્સાથી ભારે ચકચાર મચી જવા પામી છે,
કાલાવડ તાલુકાથી થોડા અંતરે આવેલ ગામમા વસવાટ કરતાં એક પરિવારના ૧૪ વર્ષીય કિશોરનું આ જ ગામમા રહેતા પાંચ શખ્સો ગત તારીખ ૨૦મી ના રોજ સાંજે છ વાગ્યાના સુમારે એક રિક્ષામાં અપહરણ કરી લઇ ગયા હતા.અપહરણ કરીને લઇ ગયા બાદ તમામ પાંચ શખ્સોએ બાળકને રિક્ષામાં બેસાડી રાખી સીમ વિસ્તારમાં લઇ ગયા હતા. જ્યાં અંધારા નો લાભ લઈને આરોપીઓ એ કિશોર કંઈ સમજે તે પૂર્વે જ વારા ફરતી સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું.
જધન્યકૃત્ય આચાર્ય બાદ કિશોર ઘરે વાત ન કરે તે માટે આરોપીઓમા ના એક એ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારી ધમકી આપી હોવાનું પણ પોલીસચોપડે નોંધાયું છે,
નરાધમોના બદ-કૃત્ય અને ધમકીથી ડરી ગયેલ કિશોર ઘરે જઈ કંઈ બોલ્યો ન હતો, પરંતુ ગઈ કાલે અસહ્ય દુઃખાવો ઉપડતા તેની સાથે કાંઈક અજુગતું થયું છે એમ લાગતા તેના જ પિતા સહીતના પરિવારે દવાખાને લઇ જવાની વાત કરતા કિશોરે તેની સાથે બનેલા જધન્ય કૃત્ય અંગે આપવીતી વર્ણવતા પરિવારના સભ્યો પણ હતપ્રભ બની જવા પામ્યા હતા.
સમગ્ર મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પહોચતા પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધી પાંચ આરોપીઓમાના બે આરોપીઓને તો ઝડપી પાડ્યા છે,જયારે અન્ય ત્રણ ની શોધખોળ આદરી છે.