mysamachar.in-જામનગર:
જામનગર એસ.ટી.ડિવિઝનમા ફરજ બજાવતા અને ઉચ્ચ હોદા ઉપર રહેલા વિભાગીય નિયામક(ડી.સી) વિરુદ્ધ તેમના જ વિભાગમાં કામ કરતી મહિલા સહકર્મચારી દ્વારા તેણી પર યૌનશોષણની પોલીસ ફરિયાદ નોંધાવતા એસ.ટી. વિભાગમાં ચકચાર મચી જવા પામી છે
જામનગર એસ.ટી.ડિવિઝનમાં મહિલા કર્મચારી દ્વારા સીટી એ ડિવીજન પોલીસ મથકમાં એસટી ડિવિજનલ કંટ્રોલર સામે નોંધાવેલ ફરિયાદ મુજબ વિભાગીય નિયામક(ડી.સી) જીગ્નેશ બુચ તેઓના ઉચ્ચઅધિકારી હોવાના નાતે અવાર નવાર મોબાઈલ ફોન કરીને સંબંધ બાંધવા માટે માંગણી કરતા હોય તેમજ તેમની ચેમ્બરમાં બોલાવીને મહિલાકર્મચારી સાથે અશોભનીય વર્તન કરીને તાબે થવા માટે વારંવાર માંગણી કરવામાં આવતી ઉપરાંત ડી.સી.જીગ્નેશ બુચ દ્વારા અન્ય કર્મચારીઓ દ્વારા પણ ભોગ બનનાર મહિલાને કહેણ મોકલાવીને આ મહિલા કર્મચારીને સંબંધો બાંધવા માટે દબાણ કરીને માનસિક ત્રાસ આપતા હોવા અંગેની ફરિયાદ ગઈ કાલે રાત્રીના એસ.ટી.ડિવિઝનની જ એક મહિલા કર્મચારી એ નોંધાવી છેજામનગર વિભાગીય નિયામક જીગ્નેશ બુચ સામે તેમના જ વિભાગમાં ફરજ બજાવતી પરિણીત મહીલા કર્મચારી દ્વારા યૌનશોષણની ફરિયાદ કરતા જામનગર જિલ્લાના એસ.ટી.વિભાગમાં આ યૌનશોષણનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે હાથધરીને આ બંને અધિકારીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત તેમજ અન્ય કર્મચારીઓના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..
હું નિર્દોષછુ…મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ… ડી.સી.જીગ્નેશ બુચ
જામનગર એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક જીગ્નેશ બુચ એ MYSAMACHAR.IN સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જે મહિલા કર્મચારી એ મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે,તેને મેં એસ.ટી ના નિયમો મુજબ કામમાં બેદરકારી રાખવા બદલ ત્રણ ચાર્જશીટ સમયાંતરે આપ્યા છે..અને પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરવી માટે મારા વિરુદ્ધ આવી ખોટી ફરિયાદ થયેલ છે હું સાવ નિર્દોષ છું તેવું ગળગળા સ્વરે અંતે જીગ્નેશ બુચએ જણાવ્યું હતું