• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 19, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સપનાના ઘરમાં સમસ્યાની ભરમાર, ગંદકી અને દૂષિત પાણીથી બીમારીનો ભય

My Samachar by My Samachar
November 19, 2019
in જામનગર
Reading Time: 1 min read
A A
સપનાના ઘરમાં સમસ્યાની ભરમાર, ગંદકી અને દૂષિત પાણીથી બીમારીનો ભય
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગરઃ

પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાત વર્ગને સપનાનું ઘર બાંધી આપવામાં આવે છે, જેનું સંચાલન મહાનગર પાલિકા હસ્તક હોય છે, જો કે સરકારના મસમોટા પ્રોજેક્ટમાં હળાહળ ગેરરીતી અને જાળવળી અંગે મનપા દ્વારા બેદરકારી દાખવ્યાની ફરિયાદો ઉઠવા પામી છે, જામનગરની ભાગોળે હાપામાં આવાસમાં ગટર ઉભરાવવી, કેમિકલ યુક્ત પાણી સહિતના પ્રશ્નોને કારણે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. એક તરફ શહેરમાં રોગચાળાનો ભરડો છે, તો બીજી બાજુ ગેરરીતી અને બહેરા થયેલા કોર્પોરેશનના અધિકારીઓને કારણે સપનાના ઘરમાં રહેવા આવેલા લોકો પર બીમારીનો ભય ફેલાયો છે. ટકનું કમાઇ પેટીયું રળતા આ લોકોએ કોર્પોરેશનના અનેક ધક્કા ખાધા તેમ છતા આજદીન સુધી તેમની સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. 

ગત માર્ચ મહિનામાં લોકાર્પણ થયેલા આવાસમાં ગેરરીતી ઉડીને આંખે વળગી છે. ટકનું ખાઇ રળતા રહેવાસીઓ દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી છતા સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે 256 ફ્લેટ ધરાવતા રંગમતી ભવન આવાસમાં લાઇટ ક્નેક્શનના વાંકે પાણીનો બોર બંધ છે, તો 300 ફૂટના બોરમાં માત્ર 80 ફૂટ જ પાઇપ નાખવામાં આવ્યો છે. અગાસી પર પાણીનો ટાંકો લીકેજ છે જેના કારણે પાણી લિફ્ટમાં ઉતરે છે, જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ફેલાયેલો છે. તો સૌથી મોટો પ્રશ્ન ગટરની કુંડીઓ સાફ ન થતી હોવાને કારણે ગટરો ઉભરાઇને ગંદકી ફેલાઇ છે અને મચ્છરોનો ઉપદ્રવ થયો છે. તમામ પ્રશ્નો અંગે કોર્પોરેશનના કમિશનર સુધી રહેવાસીઓએ રજૂઆતો કરી તેમ છતા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. 

હાપા GIDCમાં બનેલા નવા પ્રધાનમંત્રી આવાસમાં રંગમતી ભવનમાં માત્ર બે જ મહિનામાં ગટરો ઉભરાઇ જતા ગંદકીના થર જામ્યા છે. તો જીઆઇડીસી વિસ્તાર હોવાને કારણે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણીમાં કેમિકલ ભળ્યું છે જેના કારણે દૂષિત પાણી મળી રહ્યું છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે જાણે કે ગરીબોનો તિરસ્કાર કરાયો હોય તેમ વિસ્તારમાં સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટની કોઇ સુવિધા જ નથી. ગમે તે ઘડીએ ગંદકીને કારણે બીમારીમાં સપડાઇને અમારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે તેવો ભય સતત સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ બનેલા આવાસમાં ગેરરીતીની ફરિયાદોથી અનેક સવાલો ઉઠ્યા છે. જો સમયસર સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે તો આ પ્રોજેક્ટ ખરા અર્થમાં સફળ બનશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

OTT ના આશિકો માટે માઠાં સમાચાર…

સ્માર્ટ ફોન સ્માર્ટ નથી, એમ સ્માર્ટ ટીવી પણ સ્માર્ટ નથી ! 

June 18, 2025
ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

June 18, 2025
હાલારમાં સતત બીજે દિવસે મેઘો મહેરબાન: જોડિયામાં સવા પાંચ ઈંચ…

હાલારમાં સતત બીજે દિવસે મેઘો મહેરબાન: જોડિયામાં સવા પાંચ ઈંચ…

June 18, 2025
અભિનંદનપાત્ર પહેલ: જન્મદિવસે પર્યાવરણ માટે પ્રતિબદ્ધતા, 4400 વૃક્ષારોપણ

અભિનંદનપાત્ર પહેલ: જન્મદિવસે પર્યાવરણ માટે પ્રતિબદ્ધતા, 4400 વૃક્ષારોપણ

June 18, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

OTT ના આશિકો માટે માઠાં સમાચાર…

સ્માર્ટ ફોન સ્માર્ટ નથી, એમ સ્માર્ટ ટીવી પણ સ્માર્ટ નથી ! 

June 18, 2025
ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

June 18, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®