mysamachaar.in-સુરેન્દ્રનગર:
દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં આ વર્ષે અપુરતા વરસાદના કારણે ખેડૂતોએ કરેલ વાવેતરમાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને લાગી આવતા આત્મહત્યા તરફ પગલું ભરતા હોવાનું તાજેતરમાજ અમુક કિસ્સાઓમાં સામે આવ્યું હતું.ત્યારે સૌરાષ્ટ્રભરમાં દુષ્કાળની પરિસ્થિતી ઠેક ઠેકાણે જોવા મળી રહી છે અને પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે,
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામા આવેલ નાગડકા ગામમાં ખેડૂત હિરાભાઇ પરમારનાં વારસાઈ ભાગમાં 12થી 14 વીધા જમીન મળતા આ જમીનમાં ખેતી કરીને બે દીકરા અને દીકરીનુ ગુજરાન ચલાવતા હતા.જેમાં એક દીકરી અને દીકરા લગ્ન થયા અને એક પુત્રના લગ્ન બાકી હતા. હિરાભાઇ આ વષૅ કપાસના પાકનુ વાવેતર કરેલ પરંતુ વરસાદ ઓછો થતા ખૂબજ ટેન્શનમા રહેતા હતા અને પાકમાં પણ કઇ ઉત્પાદન થયેલ નહી જેથી તેઓને લાગી આવતા આજે વહેલી સવારે કોઈને કીધા વગર પોતાના જુના મકાનમાં જઈને ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું અને પ્રાથમિક તપાસમા ખેડૂતમાથે દેણુ હોવાનુ પણ જાણવા મળેલ છે.
ગુજરાતના ખેડુતનો આપઘાતની સંખ્યામા સાયલાના નાગડકા ગામના ખેડૂતના આપઘાતમા ઉમેરો થયો છે,ત્યારે પરિવારજનો કહી રહયા છે કે દેણુ થતા આપધાત કયૉ છે.તેમજ પરિવારજનો જણાવ્યું હતું કે બે દિવસથી કહેતા હતા કે પાક નિષ્ફળ ગયો છે અને દેવુ વધી ગયુ છે,તેમજ રાજકોટ સંબંધીના ધરે પણ જવાના હતા,પરંતુ આજે વહેલી સવારે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવયુ હતુ.ત્યારે પરિવારજનો કહી રહયા છે કે સરકાર દ્રારા ખેડૂતોને આપધાત ન કરવો પડે તે માટે ખેડૂતોનાં રાહત અને હિતમાં વિચારવુ જોઈએ.
ત્યારે નાગડકા ગામમાં ખેડૂત હિરાભાઇ પરમારનાં આત્મહત્યાના બનાવ અંગે સાયલા ઈન્ચાર્જ પી.આઈ.દીપક ધ્રાલએ જણાવ્યું હતુ કે આર્થિક ટેન્શન આવી જતા આ પગલુ ભર્યુ છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.