Mysamachar.in-જામનગર:
જામનગર હાપા યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં સારી ગુણવતાની હોવા છતાં નમૂના ફેઇલ કરીને ખેડૂતોને પરેશાન કરવામાં આવતા હોવાની આક્ષેપો સાથે ફરિયાદ ઉઠતા ભારે હોબાળો મચી ગયો હતો,
આ મામલે અધિકારીઓ નથી ઇચ્છતા કે સરકારની કામગીરી સારી દેખાઈ તેવા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલે ગંભીર આક્ષેપો કરીને મગફળી ખરીદીની કામગીરી અંગે તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા,
તેવામાં તાલુકા મથકે ખેડૂતોનું કોઈ સાંભળતુ ન હોય તેવા માહોલ વચ્ચે જોડિયા તાલુકામાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની પ્રક્રિયાના કારણે ખેડૂતો ભારે પરેશાની અનુભવી રહ્યા છે,
જોડીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં અગાઉ નમૂના લીધા બાદ રિજેક્ટ કરવામાં આવતી..ત્યાં સુધી તો બરોબર છે પરંતુ હવે ખેડૂતો ભાડે વાહન કરીને પોતાની મગફળી લઇને યાર્ડ આવે ત્યારે ખેડૂતો પાસે મગફળીના ઢગલા કરવામાં આવે છે અને ત્યારબાદ નમૂના લેવામાં આવે છે અને જે ખેડૂતોની મગફળીના નમૂના ફેઇલ જાય તેને ફરીથી ઢગલામાંથી ભરીને લઈ જવાની રહે છે અને સારી ગુણવતાની મગફળી હોવા છતાં નમૂના ફેઇલ કરવામાં આવે છે તેવા જોડીયા તાલુકાના જશાપર ગામના ખેડૂતોએ આક્ષેપ કરીને ભારે નારાજગી દર્શાવી છે,
ત્યારે આ મામલે ખેડૂતોના નેતા તરીકેની છાપ ધરાવતા નેતાઓ ખેડૂતોના હિતમાં ધ્યાન આપીને ખરેખર સારી ગુણવતાની મગફળી હોય તેવા કિસ્સામાં ખેડૂતોની વહારે આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.