• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, July 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

નકલી ટોલનાકું- કરોડોની કમાણી અને તેનું જામનગર કનેક્શન….

My Samachar by My Samachar
December 5, 2023
in જામનગર
Reading Time: 1 min read
A A
નકલી ટોલનાકું- કરોડોની કમાણી અને તેનું જામનગર કનેક્શન….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

ગુજરાત અને દેશમાં નકલીની ભરમાર છે, વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ કક્ષાના અધિકારીથી માંડીને જામનગરમાં નકલી પોલીસ સુધી સર્વત્ર નકલીઓનું સામ્રાજ્ય પથરાયેલું છે, જેની ત્રૂટક ત્રૂટક વિગતો થોડાં થોડાં સમયે બહાર આવી રહી છે, જેમાં ફાંસીની સજાની કોઈ જ જોગવાઈ પણ નથી. બનાવટી દૂધથી માંડીને બનાવટી ઘી સુધીનો કારોબાર પણ કરોડોનો છે, જેમાં સમાજના દુશ્મનોને દીવાલમાં જીવતાં ચણી દેવાની કોઈ જ જોગવાઈ નથી. આ પ્રકારના પ્રકરણોમાં થોડાં સમય પૂરતો ઉહાપોહ મચે એટલું જ, બાકી કોઈને દાખલારુપ સજાઓ થતી નથી, આવું વધુ એક પ્રકરણ નકલી ટોલનાકાનું જાહેર થયું છે, જેમાં જામનગર જિલ્લાનું કનેક્શન પણ ખૂલ્યું છે, જો કે આરોપીને કોઈ જ આકરી સજા થવાની નથી- લખી રાખો !!

નેશનલ હાઈવે જેવી મહત્વની જગ્યા પર આ કુંડાળું લાંબા સમયથી ધમધમી રહ્યું હતું અને સૌ સંબંધિત જવાબદારોએ આંખો બંધ રાખી ! મહત્વનો મુદ્દો એ છે કે, સફેદ લૂંટ ઉઘાડેછોગ ચાલી રહી હોય ત્યારે તે લૂંટને જે લોકોએ ચાલવા દીધી, એ લોકો વિરુદ્ધ આડકતરી મદદગારીનો ગુનો શા માટે દાખલ ન થઈ શકે  ?! એ મુદ્દો લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.  

જાહેર થયેલી વિગતો એવી છે કે, બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક આ બનાવટી ટોલનાકું લાંબા સમય સુધી ચાલ્યું !ગુનેગારો ચલણી નોટો ખિસ્સામાં અને તિજોરીમાં ઠાંસીઠાંસીને ભરતાં રહ્યા, ત્યાં સુધી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર તેમજ નિવાસી અધિક કલેક્ટર સહિતના જવાબદારો અન્ય મહત્વના કામોમાં વ્યસ્ત રહ્યા, હાઈવે પર ચોવીસેય કલાક ચાલતી આ સફેદ લૂંટ તેઓને દેખાઈ નહીં  !! આ અધિકારીઓની ક્ષમતા, સજ્જતા અને કોમનસેન્સ કેટલી  ? એ પ્રશ્નનો જવાબ સૌ સમક્ષ ઉઘાડો પડી ગયો. 

વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા બાયપાસ કરી, ખાનગી જમીન પર રસ્તો બનાવીને કેટલાંક શખ્સોએ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અહીં કરોડો રૂપિયા એકત્ર કર્યા અને તે દરમિયાન જવાબદાર અધિકારીઓ સૂતાં રહ્યા. ટોલનાકા કરતાં અડધાં ભાવે અહીં વાહનચાલકો પાસેથી ઉઘરાણાં થતાં રહ્યા, જવાબદારોની આંખો મીંચાયેલી રહી.

આ બનાવટી ટોલનાકા મામલે અમરશી પટેલ (માલિક, વ્હાઇટ હાઉસ સિરામિક કંપની), વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. અમરશી પટેલ જયરામ પટેલનો પુત્ર છે. જયરામ પટેલ સીદસર (જામજોધપુર, જિલ્લો જામનગર) ઉમિયાધામના પ્રમુખ છે. અને ખૂબ વગદાર વ્યક્તિ છે. CM સાથે વિશેષ સંબંધો ધરાવે છે. અને સેવાભાવી હોવાની પ્રતિષ્ઠા પણ ધરાવે છે. 

આ સમગ્ર પ્રકરણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાયરલ થયા પછી સરકાર સુધી તેનો તાપ પહોંચી ગયો. સરકાર વતી પ્રવક્તામંત્રી ૠષિકેશ પટેલએ નિવેદન આપ્યું છે કે, પ્રાંત અધિકારી અને DySPની ટીમ ટોલનાકાની મુલાકાતે પહોંચી છે. રિપોર્ટ આપશે. જે પણ કસૂરવાર ઠરશે તેની વિરુદ્ધ ચોક્કસપણે પગલાંઓ લેવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનિય છે કે, નકલી સરકારી કચેરી બાદ નકલી ટોલનાકું પણ જાહેર થઈ જતાં- લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર બેફામ લખી રહ્યા છે અને સૌ જવાબદારો મીંઢા રહી, આ બધું જ વાંચી રહ્યા છે. જો કે તેઓની ચામડી જાડી હોય છે તેથી તેઓને ટીકાઓથી કશો જ ફરક પડતો હોતો નથી. થોડાં જ સમયમાં સૌ બધું ભૂલી જશે. વળી આ પ્રકારના કોઈ નવા સમાચાર બજારમાં આવી જશે  !!

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®