mysamachar.in-જામનગર
રાજ્ય સહીત જામનગરમાં પણ હંમણા હમણાં નકલી પોલીસ નો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક વખત જામનગરમાં પણ યુવતી નો ઉપયોગ કરીને ડી.જી.વિજીલન્સ પોલીસના નામે તોડ કરતી ગેંગ પોલીસને હાથ લાગતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,
આ નકલી પોલીસનો ગુન્હો દાખલ થવાના મામલામાં હકીકત એવી છે કે જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી એક યુવતી અને તેની સાથેનો એક યુવક એવા યુવકોને શોધતા જેની સાથે કોઈ મહિલા ના હોય આવા યુવકો પાસે ડી.જી.વિજીલન્સ બનેલ નકલી પોલીસ તેના જ ગેંગની એક યુવતી ને તે યુવક પાસે મોકલતો અને બને સાથે ઉભા હોય ત્યારે ત્યાં નકલી પોલીસનો માણસ આવી અને યુવકને ડરાવી ધમકાવી તેની પાસેથી નાણા ખંખેરતા હોવાનું સામે આવ્યું છે,
આવો એક ગુન્હો આજે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં પણ નોંધાયો છે જેમાં વિવેક રાજેશભાઈ અઘેરા નામના યુવક ને ગત ૨૭ તારીખના રોજ હરિયા કોલેજ રોડ પર આ નકલી પોલીસની ગેન્ગનો ભોગ બન્યાની ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે,
જે ફરિયાદમા જણાવ્યા મુજબ ડી.જી.વિજીલન્સ નામે તોડ કરતી ગેંગની મહિલા સભ્ય એ ફરિયાદી વિવેક ને સાઈડમાં ઉભો રાખી વાતચીત કરવાની શરૂઆત કરી હતી અને જેવી વાતચીત કરવાની શરૂઆત કરી કે તરત જ ત્યાં એક અન્ય શખ્સ આવી પહોચ્યો હતો અને પોતાની ઓળખ પોલીસ ના હોવા છતાં પણ પોલીસ તરીકેની ઓળખ આપી હતી,અને ખોટી રીતે કેશ કરી અને ફસાવી દેવાની ધમકીઓ આપી અને આવેલ શખ્સએ રિવોલ્વર બતાવી ને ફરિયાદીના ખિસ્સામા રહેલા રૂપિયા ૩૦ હજારની લુંટ ચલાવી અને બને આરોપીઓ જે-તે સમયે નાશી છુટ્યા હોવાનું પણ સામે આવ્યું છે,
આમ રાજ્યની ડી.જી.વિજીલન્સ ના નામે નાણા ખંખેરતી ગેંગ ઝડપાઈ જતા જામનગર પોલીસ પણ એક તબક્કે વિચારતી જરૂર થી થઇ જવા પામી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.