Mysamachar.in-કચ્છ:
આગામી લોકસભા ચુંટણી અનુસંધાને રાજ્યભરની પોલીસ જુના ગુન્હેગારોને ઝડપી પાડવા મથી રહી છે, એવામાં કચ્છ એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન રાપર પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2001માં સુરબા વાંઢ હત્યાકાંડ નવ વ્યક્તિઓની સામુહિડ હત્યાનો બનાવ બનેલ હતો. જેમા કુલ 49 આરોપીઓની સંડોવણી જણાઈ આવેલ હતી જે પૈકી- 48 આરોપીઓને જે તે સમયે ધરપકડ કરી લેવામાં આવેલ હતી અને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ અને કેસચાલી જતા સેશન્સ કોર્ટ ભુજ દ્વારા તમામ આરોપીઓને સજા કરવામાં આવેલ હતી.
પરંતુ આ કેસમાં એક માત્ર આરોપી ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો હતો તેને શોધી કાઢવા એલ.સી.બી ટીમ દ્વારા ખાસ આયોજન કરી તપાસ કરતા નાસતો ફરતો આરોપી અરજણ રૂપાભાઈપોતાની ઓળખ છુપાવવા પોતાનુ નામ અને રહેણાંક બદલાવી નાખેલ હતુ અને આ આરોપી સમુક સમયે રાત્રીના ભાગે પોતાના ઘરે આવતો હોવાની બાતમી હકીકત આધારે એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આરોપી ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો હોય જેથી તેને પકડવા છેલ્લા દસેક દિવસથી વેશપલટો કરી ગામડાઓમાં વેપારી તથા ફેરિયા તરીકે રીક્ષા તથા અન્ય વાહનોમાં જઈ આરોપીની ચોક્કસ હકીકત મેળવી અંતે 23 વર્ષે ઝડપી પાડવામાં સફળતા મળી છે.