Mysamachar.in-રાજકોટ
પ્યાસીઓ મોંઘી બોટલોના મોઢે માંગ્યા ભાવ દારૂ વેચનાર શખ્સોને આપે છે, પણ આવી બોટલોમાં ખરેખર દારુ અસલી છે કે નકલી તે ખબર ત્યારે જ પડે જયારે આવા રેકેટનો પર્દાફાશ થાય… તાજેતરમાં જ રાજકોટ પોલીસે એક યુગલને અસલી બોટલોમાં નકલી દારુ સાથે ઝડપી પાડ્યા બાદ વધુ એક વખત આવા જ એક રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યો છે, પોલીસે મનહર પ્લોટના ફ્લેટમાંથી એક શખ્સને પકડી લીધો છે. પોલીસને મળેલ હક્કિતના આધારે મનહર પ્લોટ 1માં રાષ્ટ્રીય શાળા પાસેથી આરોપી ઋષીકેશ પંકજભાઇ મહેતા પોતાના કબ્જા વાળી સ્વીફટ કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા તથા તેના કબ્જા વાળા ફલેટમાં ઇગ્લીશ દારૂની પોતાના ઘરમાં ફેક્ટરી ચલાવતો હોવાની બાતમી મળી હતી.
આ વ્યક્તિ સસ્તો દારૂ મંગાવી તે દારૂ પાણીના ખાલી કેરબામાં નાખી બહારથી ખાલી બોટલો ભંગારમાંથી લઇ આવી તેમજ શીલપેક નવા ઢાકણા તથા સ્ટીકર બહારથી મંગાવી તે ખાલી બોટલમાં સસ્તી બ્રાન્ડનો દારૂ ભરી તેમાં થોડુ પાણી ઉમેરી ભેળસેળ કરી મોંઘી બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કીમાં ભરી તે સ્કોચ વ્હીસ્કીના નામે ઉંચી કિંમતે વેચાણ કરી આર્થીક લાભ મેળવતો તથા ઇગ્લીશ દારૂનું વેચાણ હેરાફેરી કરતો હોઈ પકડી લેવાયો છે. પોલીસે આ શખ્સને પકડી તેની પાસેથી રોયલ ચેલેન્જ વ્હીસ્કી બે લીટરની બોટલો, 100 પાઇપર્સ બોટલ નંગ-4, વેટ 69 બોટલ નંગ-7, સ્કોચ વ્હીસ્કીની ખાલી બોટલો, ઢાકણા, સ્ટીકર તથા ખાલી કેરબો સહિતનો મુદ્દામાલ કબજે કર્યા છે,