જગતમંદિરમાં આમ તો એવા કેટલાય નિયમો છે..જેની સખ્તાઈ થી અમલવારી યાત્રિકો માટે વહીવટીતંત્ર દ્વારા કરાવવામાં આવતી હોય છે…દ્વારકાધીશ મંદિર ને સુરક્ષા ને દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે..તેથી જ દ્વારકાધીશ મંદિર પરિસર ની સુરક્ષા ખુબ જ સારી રીતે સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવે છે..દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશતા લોકોને પૂરેપૂરી રીતે ચેકિંગ કર્યા બાદ જ તેને મંદિરમાં પ્રવેશ મળે છે..મંદિરમાં પ્રવેશનાર દરેક ભાવિકોને સુરક્ષાના કારણોસર પોતાનો મોબાઈલફોન સહિતની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બહાર જ રખાવવામાં આવે છે..એટલે કે મંદિરમાં લઇ જવાની સખ્ત મનાઈ છે..અને યાત્રિકો પણ મંદિરની સલામતી રહે તે માટે સુરક્ષાકર્મીઓ ને સહયોગ આપવા મોબાઈલ સાથે લઇ જતા નથી…
પણ વાત છે ગતરાત્રીની જયારે દ્વારકાધીશ મંદિર પરિસરમા જ સુરક્ષા અને નિયમોના લીરેલીરા ઉડ્યા….છતાં પણ નિયમોની એસીતેસી કરનાર ને રોકનાર કોઈ નહોતું..ગઈકાલે પુરૂષોતમ માસની પુનમ હતી..જેની જગતમંદિરમાં શરદપુનમ ના નામથી પણ ઉજવણી થાય છે…ઉજવણી થાય તેનાથી કદાચ કોઈ વાંધો ના હોય શકે પણ ભાવિકો ઉજવણીમા દ્વારકાધીશ મંદિર અંદર વગર પરવાનગીએ રાસગરબા હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ સાથે કરી હોવાનું સામે આવ્યું છે..વગર મંજૂરી એ કેટલાય ભાવિકો દ્વારા મંદિર પટાંગણમાં જ રાસગરબા રમી અને ઉજવણી કરવાના કેટલાક વિડીયો ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે
વાત જાણે આટલે થી જ ના અટકતી હોય તેમ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ,સરકાર અને પુરાતત્વ વિભાગના નિયમો જાણે રાસ લેનાર માટે લાગુ ના પડતા હોય તેમ ગઈકાલે કેટલાય ભાવિકો મોબાઈલ ફોન સાથે દ્વારકાધીશ મંદિર માં ઘુસ્યા,સોશિયલ મીડિયામા ઉજવણીના લાઈવ વિડીયો પણ ફરતા થયા અને ફોટોગ્રાફ્સ પણ ફરતા થયા સામાન્ય માણસને લાગુ પડતા એકપણ નિયમ કાલે મંદિરમાં ક્યાય જોવા ના મળ્યા અને સુરક્ષા ની મોટી ચૂક પણ સામે આવી…અને મંદિરની આંતરિક સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન પણ ઉભો થયો છે..ત્યારે હવે દ્વારકા માં જે ચર્ચાઈ રહ્યું છે તે પ્રમાણે નિયમોનો ભંગ કરનાર લોકો સામે ના માત્ર કાગળ પર પણ નક્કર પગલા લઇ અને વહીવટીતંત્ર એ દાખલો બેસાડવો જોઈએ.
-કેટલા લોકો એ મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશ કર્યાની તપાસ જરૂરી
નિયમોનો નેવે મુકીને દ્વારકાધીશ મંદિર પરિસરમાં ગતરાત્રીના કેટલાય મોબાઈલ ફોન અંદર ઘુસ્યા છે..તે કઈ રીતે ઘુસ્યા અને મોબાઈલ લઇ જનાર લોકો ને ચેક કરવામાં આવ્યા હતા કે કેમ ??અને કેટલા લોકો મોબાઈલ ફોન્ સાથે મંદિરમાં ઘુસ્યા સાથે જ ફેસબુક જેવા સોશિયલ મીડિયા ના માધ્યમથી તેની તપાસ કરી તમામ સામે નિયમભંગ કરવા અંગેની કાર્યવાહી પણ થવી જોઈએ તેમ જાગૃત નાગરિકોનું માનવું છે
-રોહન આનંદ:એસપી:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિદ્વારકા જીલ્લાપોલીસવડા રોહન આનંદ એ mysamachar.in સાથે વાત કરતાં જણાવ્યું કે દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલે થયેલ ઉજવણી માં નિયમભંગનો મામલો સામે આવ્યો છે..આ અંગે અમે આર્કિયોલોજીકલ સર્વેના અધિકારીઓને સમગ્ર મામલે એક રીપોર્ટ કરીશું..જે રીતે મોબાઈલ ફોન મંદિરમાં લોકો પ્રવેશ્યા છે તે મોબાઈલ અંદર લઇ જવા અંગેની તપાસ પણ કરવામાં આવશે…
પી.એ.જાડેજા:વહીવટદાર:દ્વારકાધીશ મંદિર
દ્વારકા પ્રાંત અધિકારી અને દ્વારકાધીશ મંદિરના વહીવટદાર પી.એ.જાડેજા એ mysamachar.in ને જણાવ્યું કે ગતરાત્રીના મંદિર પરિસરમાં થયેલ શરદપૂનમની ઉજવણીમાં નિયમોના ભંગની બાબત અમને ધ્યાને આવતા હાલ અમે તપાસ ચલાવી રહ્યા છીએ..અને આ બાબતે શું સિક્યુરિટી સહીત ની શું ચૂક રહી તે અંગે પણ તપાસ ચલાવાઈ રહી છે.
ગૃહમંત્રી ને પત્ર લખી જાણ કરી છે:પરેશ ઝાખરીયા:ટ્રસ્ટી:દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ ના ટ્રસ્ટી ઝાખરીયા એ Mysamachar.in ને જણાવ્યું કે ગતરાત્રીના ઉજવણીમાં નિયમોનો ભંગ થયો હોવાની બાબત સોશિયલ મીડિયા ના માધ્યમ થી સામે આવી છે આ અંગે અનધિકૃત મોબાઈલ સાથે પ્રવેશ કરી અને વૈશ્વિક પ્રસારણ કરનાર વિરુદ્ધ પગલા લેવા મેં ગૃહમંત્રી સહિતનાઓ ને લેખિત રજૂઆત કરી છે.