Mysamachar.in:વડોદરા
રાજ્યમાં દારૂના વેપલાની સાથોસાથ અન્ય નશીલા દ્રવ્યોની હેરાફેરી પણ વધી રહી હોય તેમ લાગે છે, એવામાં ટ્રેન યાતાયાતમાં પણ આવી જ હેરફેર થતી હશે તેવો સવાલ થાય તેવી ઘટના સામે આવી છે, પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી વડોદરા રેલવે એસઓજી અને એનડીપીએસની ટીમે 2.33 લાખની કિંમતનો બિનવારસી 23.33 કિલો ગાંજાનો જથ્થો ઝડપી આરોપીની તપાસ હાથ ધરી છે. ટ્રેનમાં પોલીસની ઘોંસ જોઈને આરોપી ગાંજો મૂકી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળે છે. વડોદરા તરફ આવતી ટ્રેન મીયાંગામ કરજણ રેલવે સ્ટેશનથી પસાર થયા બાદ ટ્રેનના કોચ ડી-4 અને ડી-3ના બે કોરીડોરની વચ્ચે એક સફેદ રંગનો મીણિયો કોથળો અને છીંકણી-ક્રીમ કોથળો શોધી કાઢ્યો હતો. જેની તપાસ કરવામાં આવતાં બંને કોથળામાંથી રૂા.2.33 લાખનો 23.33 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે હાલ તો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.