Mysamachar.in-જામનગર:
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત કેટલાક નેતાઓ માત્ર હાથમાં સાવરણાઓ લઈને ફોટો સેશન કરાવી અને લોકોની અને મીડિયાની ટીકાને પાત્ર બનતા હોય છે, My samachar પણ જયારે જયારે આવા ફોટો સેશન થાય ત્યારે આકરા શબ્દોમાં લગત સૌની ઝાટકણી કાઢતું હોય છે, પણ ખરેખર જયારે સ્વચ્છતાનું કામ થાય શ્રમદાન થાય તો તેને બિરદાવવા પણ પડે…આજે જામનગર મહાનગરપાલિકાએ આંકડાઓ સાથે સ્પષ્ટ કર્યું કે જામનગરની શાન સમા લાખોટા તળાવમાં કેવી રીતે અને કેટલી સફાઈ થઇ….
જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેરમાં આવેલ લાખોટા તળાવ અંદર સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાષકપક્ષ નેતા આશિષભાઈ જોશી, કમિશ્નર ડી.એન.મોદી, ડે.કમિશ્નર ભાવેશભાઈ જાની, જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીના સી.ઇ.ઓ જે.ડી.ગઢવી અને કોર્પોરેટરો ઉપરાંત દરેક શાખાના શાખા અધિકારી તેમજ શાખાના કર્મચારીઓ અને (નેવી) આઈ.એન.એસ. વાલસુરાના કેડેટ તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા અને શ્રમદાન માટે સહયોગી બન્યા હતા.
આ કાર્યક્રમમાં આશરે 150 જેટલા INS વાલસુરા નેવી કેડેટ, મહાનગરપાલિકાના તમામ શાખાના આસરે 256 જેટલા કર્મચારીઓ, 642 જેટલા સ્થાનિક લોકો અને ૨૦૬ સફાઈ કર્મચારીઓ દ્વારા આશરે 2508 કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું જેમાંથી એકત્રિત થયેલ કચરાનું 01 જે.સી.બી., 08 ટ્રેક્ટર અને 04 ટાટા 407 કચરા નીકાલ વાહનો દ્વારા પ્રતિ વાહન 02 ટ્રીપ મારફાત 61.74 ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો
-કમિશ્નર ડી.એન.મોદીની શહેરીજનોને અપીલ….
આજે સફાઈ અભિયાન બાદ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું કે મહાનગરપાલિકા અને સ્વૈચ્છીક સંસ્થાઓ શહેરમાં ગંદકી દુર કરવાના સઘન પ્રયાસો કરે છે, પણ લોકોએ પણ થોડી જાગૃતતા દાખવવાની વધુ આવશ્યકતા હોય તેમ એટલા માટે લાગે છે, જે રીતે તળાવમાં કલાકો સુધી સફાઈ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે આ તળાવમાં લોકો પ્લાસ્ટીકમાં વીટીને કેટલીય ચીજવસ્તુઓ અંદર ફેંકે છે જેને કારણે તળાવની શોભાની સાથે તળાવનું પાણી પણ ગંદુ બની રહ્યું છે, માટે ના માત્ર તળાવ પણ લોકોએ તેના ઘર આસપાસ પણ ગંદકી ના કરી કચરો કચરાપેટીમાં અથવા તો ડોર ટુ ડોર વાહનોમાં જ ફેંકવો જોઈએ જેથી શહેર વધુ સ્વચ્છ રહી શકે.