Mysamachar.in:પંચમહાલ
ગુજરાતના ખુબ જાણીતા એવા યાત્રાધામ પાવાગઢ ખાતેથી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે દસેક લોકો દબાઈ જવા પામ્યા હતા, પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો.
દુર્ઘટનામાં 10થી વધુ યાત્રિકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા થયા ઇજાગ્રસ્ત સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા હતા. જો કે પથ્થરની નીચે દટાયેલા તમામ લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યુ છે. આ ઘટનામાં એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, દટાયેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.