Mysamachar.in:ગાંધીનગર
નવી જંત્રીનો અમલ તા.15 એપ્રિલથી થવાનો છે. ત્યારે દસ્તાવેજો માટે કેટલાય આસામીઓ આમ થી તેમ થઇ રહ્યા છે, એવામાં દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત 11 અને 25 માર્ચ તેમજ 04, 07 અને 08 એપ્રિલ-2023ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી, જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું.
આગામી 24 અને 25 એપ્રિલ-2023ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી 24 અને 25 એપ્રિલ-2023ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે તેમ, નોંધણી સર નિરીક્ષક સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં અગાઉ જે પક્ષકારોએ 24 અને 25 એપ્રિલ-2023ની એપોઈમેન્ટ લીધી હોય તેઓ 26 થી 29 એપ્રિલ-2023 દરમિયાન કોઈપણ દિવસે તેમણે અગાઉ મેળવેલા ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.