દેવભૂમિદ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામા ખાનગી હોસ્પિટલ ચલાવતા ડો,પારસ વિઠ્ઠલાણી ને એક યુવતી સહીત ચાર લોકો લાંબા સમયથી ધમકાવી અને કટકે કટકે રૂપિયા ૧૯.૪૮ લાખ પડાવી લીધા નું સામે આવ્યું છે..ડો.પારસ વિઠ્ઠલાણી ખંભાળિયા માં જડેશ્વર રોડ પર વિઠ્ઠલાણીહોસ્પિટલ નામનું પોતાનું ક્લીનીક ચલાવે છે….ખાનગી ક્લીનીક ચલાવનાર તબીબને ખુશ્બુ નામની યુવતી અને તેના ત્રણ સાથીદારો દ્વારા છેલ્લા ચારવર્ષ જેટલા સમયગાળાથી તબીબને અવારનવાર ધમકાવી અને બળાત્કાર ના ગુન્હામાં સંડોવી દેવાની ધમકીઓ આપતા હતા…અને આ ટોળકી ની ધમકી ને વશ થઈને ડોક્ટર વિઠ્ઠલાણી એ અત્યારસુધીમા સમયાંતરે ૧૯.૪૮ લાખ આપી દીધા હોવા છતાં પણ ધાકધમકીનો સીલસીલો ના અટકતા અંતે તબીબે ખંભાળિયા પોલીસ મથકમાં અબ્દુલ શેઠા,ખુશ્બુ મીથીસસીંગ,દિલીપસિંહ જાડેજા અને આબિદ સંઘાર વિરુદ્ધ દુષ્કર્મના ગુન્હામાં ફીટ કરી દેવાની સાથે તબીબી ક્ષેત્રમાં બદનામ કરવાની ધમકીઓ આપી અને ૧૯.૪૮ લાખ બળજબરીથી પડાવી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે..જે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા આ મામલે તપાસનાચક્રો ગતિમાન કર્યા છે.
ચાર વર્ષ સુધી રૂપિયા આપ્યા બાદ હવે છેક ફરિયાદ કેમ??
છેલ્લા ચારવર્ષ જેટલા સમયથી ખુશ્બુ સહિતના અન્ય ત્રણ શખ્સો ડો.પારસ વિઠ્ઠલાણીને ધાકધમકી આપી અને બદનામ કરવાની બીકે સમયાંતરે રૂપિયા પડાવ્યા પણ આટલા લાંબાગાળા સુધી તબીબ શા માટે મૂંગામોઢે બધું સહન કરતાં રહ્યા અને અંતે ફરિયાદ ને લઈને ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે તબીબના પૈસા આપવા તે મજબુરી હતી કે પછી અન્ય કોઈ કારણ??અંતે ફરિયાદ કરવી તે પણ શંકા ઉપજાવનારું હોય તેમ લાગી રહ્યું છે.