mysamachar.in-જામનગર
સામાન્ય રીતે દારુ,જુગાર સહિતની વિવિધ ગેરકાયદે ચાલતી પ્રવૃતિઓ પર જયારે સ્થાનિક પોલીસની રહેમરાહ હેઠળ ચાલતી હોય ત્યારે બહારની કે જીલ્લાની અન્ય કોઈ એજન્સીઓ ઉચ્ચ અધિકારીઓ ના આદેશ અને મળતી ફરિયાદોને આધારે રેઇડ કરતી હોય છે,એવામાં સ્થાનિક પોલિસને ખાતાકીય પગલાઓ માં થી બચાવવા માટે ઘણી વખત જે તે લગત એજન્સીઓ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી અને તેને બચાવી લેવામાં આવે છે,
પણ હવે આવું નહિ ચાલે કારણ કે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા એ પ્રોહીબીશન,એનડીપીએસ,જુગાર,સહિતની પ્રવૃતિઓમાં જયારે બહારની એજન્સી રેઇડ કરે તે સમયે સ્થાનિક પોલીસને સાથે ન રાખવા આદેશ કરી દેવામાં આવ્યા છે,આદેશ મા જણાવ્યા મુજબ અવારનવારની સૂચનાઓ બાદ પણ સ્થાનિક પોલીસને સાથે રાખવાની બાબત સામે આવી રહી હોય હવે પછી આવું થાય તો જે રેઈડીંગ પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય પગલા લેવામાં આવશે,
આમ જો સ્થાનિક એજન્સીઓનું પણ સ્થાનિક પોલીસ સાથે કથિત મિલાપીપણું હશે તો તે પણ બચી નહિ શકે..