mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જીલ્લાના ઓખાના જુના જકાતનાકા પાસે રહેતી હિન્દુ વાઘેર મહિલા આરતી બબાભા માણેક ઉ.વ. ૩૫ ના આજથી બારેક વર્ષ પહેલા દ્વારકાના હિન્દુ વાઘેર યુવાન સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન બે સંતાનોની ની પ્રાપ્તિ પણ થઇ હતી,પરંતુ રંગીન મિજાજી આરતી માણેકના ચરિત્ર્યની શંકાના આધારે પતિએ છુટાછેડા આપી દીધા હતા અને તેણીના પતિએ બન્ને પુત્રો પોતાની પાસે રાખી લઈને આરતી તરછોડી દીધા બાદ આરતી ઓખાના જુના જકાતનાકા પાસે એકલી રહીને દારૂનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતી હોય,અગાઉ પણ દારૂના ધંધાના કારણે આરતી પોલીસના હાથ હાથે ઝડપાઈ હતી,અને અન્ય પુરુષો સાથે તેના પણ સબંધો હોવાનું આ મામલામાં સામે આવ્યું હતું,
દરમ્યાન ગત ત્રીજી ઓગસ્ટ મોડીરાત્રીના આરતી માણેક અને સુલેમાન ડાડો ઘરે એકલા હોય અતિ ક્રુર રીતે આ બંનેની હત્યા નિપજાવવામાં આવી હતી જેની બીજા દિવસે ગુરુવારે ખબર પડતા ઘટના સ્થળે પોલીસ દોડી જઈને લાશનો કબ્જો સંભાળીને હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો શરૂ કર્યા હતા,બેવડી હત્યાના આ ચકચારી બનાવમાં પોલીસ આડા સંબંધના કારણે થઈ હોવાનું અનુમાન લગાડીને છેલ્લા એક સપ્તાહથી તે દિશામાં તપાસ ચલાવી રહી હતી જેમાં અંતે પોલીસને સફળતા મળી છે,અને જીલ્લાની સંયુક્ત પોલીસની ટીમ એ આ ડબલ મર્ડર ના ચકચારી બનાવમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે,ડબલ મર્ડરના કેસમાં ઝડપાયેલ મુખ્ય આરોપી રાજુભા ભીખુભા કેર આરતીની ચાલચલન ને સારી રીતે જાણતો હોવાથી તે પણ આરતી સાથે સબંધો બાંધવા માટે તેના ઘરે પહોચ્યો હતો,
પણ આરતી એ તેની સાથે સબંધ બાંધવાની નાં પાડી અને બુમબરાડા કરી મુકતા રાજુભા કેર મૂંઝાયો હતો,અને આરતી આગળ કોઈ પગલું ભરે તે પૂર્વે જ તેને પતાવી દેવાની ગણતરી એ રાજુભા તેના બે મિત્રો સાથે મોડીરાત્રીના આરતીના ઘરે પહોચ્યો જ્યાં તેને તેના બે મિત્રો પ્લાસ ઉર્ફે ભોલો કરશનભાઈ અઘેરા,અને મનોજ વિનોદભાઈ સંજોગ સાથે મળીને આરતી અને ડાડાની હત્યાને એક બાદ એક એમ અંજામ આપી ને પલાયન થઇ ગયા હતા,
જે બાદ દ્વારકા એસપી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ દ્વારકા એલસીબી,એસઓજી,દ્વારકા પોલીસ,ઓખા પોલીસ ની સંયુક્ત ટીમ દ્વારા આ અંગે સઘન તપાસ કરી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવતા આ ચકચારી હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે,જયારે પોલીસે ઝડપાયેલ ત્રણયે આરોપીઓના રીમાન્ડ સહીની કાર્યવાહી હાથ ધરી છે.