જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો એટલે કે હાલારમાં છેલ્લા 24 કલાકમાં પણ મેઘમહેર અવિરત રહી છે, ત્યારે બન્ને જીલ્લાના સતાવાર આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર જીલ્લાના તાલુકા મથકોના આંકડાઓ જોઈએ તો આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં અડધો ઈંચ, કાલાવડમાં 1 ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ, જોડીયામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે, જામનગર જીલ્લાના પીએચસી સેન્ટર વાઈઝ વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો..
જામનગર તાલુકાના ફલ્લા 1 ઈંચ, જામવંથલી 2 ઈંચ, ધુતારપુર 2 ઈંચ, જોડીયા તાલુકાના હડીયાણા 1 ઈંચ, બાલંભામાં 4 ઈંચ, પીઠડમાં 2 ઈંચ તો ધ્રોલ તાલુકાના લતીપુરમાં 2 ઈંચ, કાલાવડના ખરેડીમાં 7 ઈંચ, નીકાવામાં 1 ઈંચ, મોટાવડાળામાં 4 ઈંચ,ભલસાણ બેરાજા અને નવાગામમાં 1 ઈંચ, મોટા પાંચદેવડામાં 2 ઈંચ, જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં 2 ઈંચ, ધ્રાફમાં દોઢ ઈંચ, પરડવામાં સાડા ત્રણ ઈંચ, લાલપુર તાલુકાના પડાણામાં 1 ઈંચ મોડપરમાં સવા ઈંચ, ડબાસંગમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના તાલુકા મથકના આંકડાઓમાં દ્વારકામાં 4 ઈંચ, ખંભાળિયામાં 2 ઈંચ, કલ્યાણપુરમાં સવા ઈંચ, ભાણવડમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.