mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના DDO આકરાપાણીએ હોય તેમ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના તલાટી-કમ-મંત્રી વિરુધ્ધ ગેરરીતિની ફરિયાદ સામે આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવા ડીડીઓ રાવલએ હુકમ કરતાં જ સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને તેની સાથે સંડોવાયેલા અન્ય એક તલાટી-કમ-મંત્રી હાલ જામનગર જિલ્લાપંચાયત હેઠળ ફરજ બજાવતા હોય તેની સામે પણ કાર્યવાહી કરવા ડીડીઓ જામનગરને અહેવાલ મોક્લવામાં આવ્યો છે
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના મહિલાતલાટી-કમ-મંત્રી ચંદ્રિકાબેન.જે.ચૌહાણ વિરુધ્ધ ગ્રામપંચાયતમાં નિયમ વિરુધ્ધ ચુકવણું કરવું ખરીદીપ્રકરણ,સ્વભંડોળમાંથી પૂર્વ મંજૂરી વિના ખર્ચ કરવો,રેકોર્ડ સાથે ચેડા કરવા,ગામતળ પ્લોટનું ગેરકાયદેસર વેચાણ કરવું વગેરે સહિતની ગંભીર ફરિયાદ ઉઠતા પ્રાથમિક તપાસના અંતે ડીડીઓ આર.આર.રાવલ દ્વારા સસ્પેન્ડ કર્યા બાદ ફોજદારી ફરિયાદ દાખલ કરવા હુકમ કરાયો છે,ભાટિયાના મહિલાતલાટી-કમ-મંત્રી ચંદ્રિકાબેન ચૌહાણ તેમજ અન્ય એક તત્કાલીન તલાટી-કમ-મંત્રી અને હાલ જામનગર જિલ્લામાં ફરજ બજાવતા એસ.એસ.શર્માની પણ સંડોવણી ખુલતા ડીડીઓ રાવલ દ્વારા જામનગર ડીડીઓને અહેવાલ મોકલીને તલાટી-કમ-મંત્રી સામે પણ શિક્ષાત્મક સમાન કાર્યવાહી કરવા અહેવાલ કરાયો છે
ઉપરાંત કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામના તલાટી-કમ-મંત્રી સામે પણ ગંભીર ફરિયાદ ઉઠતા તાકીદે નાયબ જિલ્લાવિકાસ અધિકારીને ડીડીઓ રાવલ દ્વારા આ તલાટી-કમ-મંત્રીને જુવાનપર માંથી ખસેડી મુકવા સૂચના આપવામાં આવતા તલાટી મંડળમાં ચકચાર મચી જવા પામી છે
આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ડીડીઓ આર.આર.રાવલ દ્વારા દ્વારકા જિલ્લામાં પંચાયત ક્ષેત્રમાં ખોટું કરનાર,ભ્રષ્ટાચાર આચરનાર કે સરકારી હિતને નુકસાન પહોંચાડનાર જે કોઈ કસુરવાર સાબિત થશે તેવા કર્મચારીઓ અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ જે કોઈ તલાટી-કમ-મંત્રી કે સરપંચોની ભૂમિકા સાબિત થશે,તો તેઓની સામે પણ આવનારા દિવસોમાં આનાથી વધુ આકરા પગલા લેવામાં આવશે જરૂરી કિસ્સાઓમાં એસીબીને યોગ્ય કાર્યવાહી માટે પણ અહેવાલ મોકલી અને વધુ કડક કાર્યવાહી કરવાનો કોલ પણ રાવલ એ આપી દીધો છે..ડીડીઓ ના કડક વલણ ને લઈને કયાંક ને ક્યાંક કઈ ને કઈ ખોટું કરી રહેલ ફરજમાં બેદરકારી દાખવતા અન્ય સરકારીબાબુઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે..