Mysamachar.in:જામનગર
રોટરી વિશ્વભરમાં શાંતિ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, બાળકો-સ્ત્રી રક્ષણઅને માનવ ઉત્થાન અનુલક્ષી કલ્યાણ કાર્યોકરતી સંસ્થા છે. આગામી રોટરી-ડે અનુલક્ષી રોટરી ડીસ્ટ્રીકટ-3060 દ્વારા ડીસ્ટ્રીકટ કક્ષાએ સાયક્લો ફન-2023 ઇવેન્ટનું આહવાન કરવામાં આવેલ છે. શહેરના નાગરિકો અને બાળકોમાં પ્રદૂષણ મુક્ત આવાગમન, પર્યાવરણ સમતુલન સાથ શારીરક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને ચેરીટી અનુલક્ષી આગામી તા.26-02-2023, રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ જામનગર છોટી-કાશી દ્વારા જામનગર સાયકલીંગ ક્લબના સહયોગથી સાયક્લો ફન-2023 ઇવેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે.
બાળકો થી લઈ વયસ્કો આ ફન ઇવેન્ટ માં 5, 10, 25, 50 અને 100 કિલોમીટર અંતરની કેટેગરીમાં વ્યક્તિગત ક્ષમતા અનુસારભાગ લઈ શકશે.ફન-ઇવેન્ટસવારે 6.00 કલાકે થી શરુ થશે અને ઇવેન્ટસ્ટાર્ટ અને એન્ડ પોઈંટ સુમેર સ્પોર્ટ્સ ક્લબ રહેશે.ફન-ઇવેન્ટમાં ભાગ લેવા અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ ઇવેન્ટમાં ભાગ લેનારને ઇવેન્ટ અનુરૂપ ટી-શર્ટ, રીફ્રેશમેંટ કીટ, સર્ટીફીકેટ, મેડલ અને “લકી ડ્રો વિન એ સાયકલ ”દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રતિષ્ઠિત વ્યાપાર અને ઉદ્યોગગૃહ દ્વારા આ ઇવેન્ટ ને સ્પોન્શર કરવામાં આવેલ છે. આ ફન-ઇવેન્ટ બાબતે અન્ય કોઈ જાણકારી માટે ઇવેન્ટ ચેર રો. જયેશ પતિરા અથવા કો-ચેર રો. વત્સલ ખીમશિયાનો સંપર્ક કરવા ક્લબ પ્રેસીડન્ટ અલ્પેશ ઉપાધ્યાય ની યાદી છે. મહત્વનું છે કે આ ઇવેન્ટમાં મીડિયા પાર્ટનર તરીકે જામનગર સહીત ગુજરાતમાં ખુબ લોકપ્રિય બનેલ Mysamachar.in મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલ છે.