Mysamachar.in-જામનગર
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી જાહેર થઇ છે ત્યારથી રાજકીય સમીક્ષકો કોંગ્રેસની નીતિરીતીની અનેક ટીકાત્મક બાબતો જાહેર કરતા આવ્યા છે, અને કોંગ્રેસ ખુલાસા કરવાની સ્થિતિમાં નથી, કેમકે અન્ય રાજકીય પક્ષને લાભ અપાવવાનો કોંગ્રેસનો અંદરખાને વ્યુહ છે.?? કે પછી ચોક્કસ રણનીતિનો ભાગ..? તો વળી કોંગ્રેસના ઉમેદવાર બીજે ક્યાક કોઇ બીજી રાજકીય પાર્ટી નક્કી કરે છે વગેરે આક્ષેપો વચ્ચે જામનગર જીલ્લા પંચાયતની ચુંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર આજે જાહેર કરવામા આવ્યા હવે ગત 13 તારીખ ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે ખાનગી રીતે ગુપચુપ જેને ઉમેદવારી કરવાની થતી હતી તે તમામ ઉમેદવારોને મેન્ડેટ અપાય ગયા હતા પરંતુ ત્યારે નામ જાહેર ન હતા કર્યા….!
હવે પ્રશ્ન એ છે કે ઉમેદવારોના નામ જામનગર જીલ્લા કોંગ્રેસે મોડા શા માટે જાહેર કર્યા?? શુ ઉમેદવારોને ફોડી લેવાશે તેવો ભય હતો કે આંતરીક વિરોધનો ભય હતો કે કઇક ગોઠવાણુ એ મુજબ છાના છપતા મેન્ડેટ અપાઇ ગયા હતા કે ઉમેદવાર ખડી જવાનો કે ખરીદાય જવાનો ભય હતો…..વગેરે પ્રશ્નો સાથે જામનગર જિલ્લા કોંગ્રેસ સંગઠનની ચોમેર ટીકા થાય છે જોકે આમ તો સંગઠનમા હુ તુ ને ફુઇનો રતનીયો જેવો ઘાટ છે બધા નેતા જ છે કોઇ કાર્યકર્તા તો છે નહી ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પોતેજ ખેલાડી પોતેજ રેફરી હોઇ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર બાબતે કઇક તો રંધાયુ જ છે તેમ વિશ્લેષકો કહે છે.