• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, May 13, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

 જીના મરના સાથ..સાથ… અકસ્માતમાં દંપતીનું કરુણ મોત

કલ્યાણપુર નજીક કારને ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી

My Samachar by My Samachar
April 24, 2025
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
 જીના મરના સાથ..સાથ… અકસ્માતમાં દંપતીનું કરુણ મોત
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના ગઈકાલે બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.  આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ આંબલીયા (ઉર્ફે લાલો) નામના આશરે 26 વર્ષના યુવાનના લગ્ન આજથી આશરે બે વર્ષ પૂર્વે હેતલબેન (ઉ.વ. 25) સાથે થયા હતા. ગઈકાલે બુધવારે રાત્રિના આશરે પોણા નવ વાગ્યે વિજયભાઈ તથા તેમના ધર્મપત્ની હેતલબેન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે નારણપુર અને કલ્યાણપુરના ગોચર વચ્ચેના માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 બી.આર. 4156 નંબરની મારુતિ સ્વિફ્ટ મોટરકારના ચાલકે વિજયભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતના કારણે બાઇક સવાર દંપતિ ફંગોળાઈ ગયું હતું. જેના કારણે વિજયભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હેતલબેનને ખાનગી વાહન મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હેતલબેનને ડોક્ટરોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પિતરાઈ ભાઈ જગદીશભાઈ વેજાણંદભાઈ આંબલીયાની ફરિયાદ પરથી વિજયભાઈ નારણભાઈ આંબલીયા તેમજ તેમના પત્ની હેતલબેન વિજયભાઈ આંબલીયાનું મૃત્યુ નીપજાવવા સબબ સ્વિફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી હતી. જીવલેણ કાર અકસ્માતમાં યુવા દંપતીના એકસાથે મૃત્યુ નીપજતા આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે નાના એવા નંદાણા ગામમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.(તસ્વીર અહેવાલ:કુંજન રાડિયા)

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સૌરાષ્ટ્રની 400 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટક્યું, કારણ કે…

સૌરાષ્ટ્રની 400 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટક્યું, કારણ કે…

May 12, 2025
જામનગરના પૂર્વ SP સહીત 3 IPSને દિલ્હી લઈ જવાયા…

જામનગરના પૂર્વ SP સહીત 3 IPSને દિલ્હી લઈ જવાયા…

May 12, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®