Mysamachar.in-સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઇવે પર આજે વહેલી સવારે ચોટીલા આવી રહેલી ઇકો કારનું ટાયર અચાનક ફાટતા કાર 10 ફૂટ ઉંડા ખાઇમાં ખાબકી હતી. ચોટીલા-સાયલા નેશનલ હાઇવે પર કાર પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં દંપતીનું મોત થયું છે. રાજકોટ તરફથી આવતી ઈકો કારનું હાઇવે પર સાયલા પાસે અચાનક ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. સાયલાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વૃદ્ધ દંપતીને રિફર કરતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ નટવરભાઈ મકવાણા અને લતાબેન મકવાણાનું મોત થયું હતું. જ્યારે અન્ય ચાર વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.