Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના વોર્ડ નંબર 2 ના લોકલાડીલા અને કાર્યશીલ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા તેમના માતા સ્વ.બાબાબા મહિપતસિંહ ઝાલાની તૃતીય પુણ્યતિથી નિમીતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી શક્તિ માતાજી મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ, શ્રી અન્નપુર્ણા માતાજી મંદિરના સત્સંગ મંડળના બહેનોને માઈક સેટ આપવામાં આવેલ, જામશ્રી રણજીતસિંહજી વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવવામાં આવેલ હતું.
આ પ્રસંગે મેયર વિનોદ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સાંસદ પુનમબેન માડમના પી.એ. કરશનભાઈ, ધારાસભ્ય રિવાબા આર.જાડેજાના પી.એ.મનદિપસિંહ, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, શાસકપક્ષ નેતા આશીષ જોષી, કોર્પોરેટર કેશુ માડમ, સુભાષ જોષી, કિશન માડમ, જયરાજસિંહ જાડેજા, મુકેશમાંતગ, ગોપાલ સોરઠીયા, પરાગ પટેલ તેમજ પ્રવિણસિંહ જાડેજા, ડીસ્ટીકટ બેંકના ડાયરેકટર પ્રવિણસિંહ ઝાલા, અજય કોટેચા, રવિ બુધ્ધદેવ, રાજુ (મહાદેવ), શહેર ભાજપ મંત્રીદિલીપસિંહ કંચવા, ભાજપ મહિલા મોરચા ઉપધ્યક્ષ વર્ષાબેન રાઠોડ, હાલાર જીલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, જય માતાજી ગ્રુપના તમામ સભ્યો સંપતસિંહ ઝાલા, આઈ.કે.જાડેજા સહિત અનેકવિધ આગેવાનો, કાર્યકર્તાઓ, સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને કોર્પોરેટર જયેન્દ્રસિંહ (હકકાભાઈ) ઝાલાની આ સેવાકીય કામગીરીને બિરદાવેલ હતી.