Mysamachar.in-રાજકોટ
રાજ્યમા કોરોનાની દહેશત વચ્ચે પોલીસ જો કોઈ આરોપીને પકડે તો પહેલા તેનો કોરોના ટેસ્ટ કરાવવો પડે છે, અને બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવે છે.ત્યારે વાત છે રાજકોટની જ્યાં પ્રદ્યુમ્નનગર પોલીસે એક મહિલા બુટલેગરને ઝડપી પાડ્યા બાદ તેનો કોરોના રીપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ પોજીટીવ આવતા પીએસઆઈ સહિતના સ્ટાફના માણસોને 5 દિવસ હોમ કોરોનટાઈન કરી દેવામાં આવ્યા છે, રાજકોટમાં ગાયકવાડી કિટીપરાની મહિલા બુટલેગરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઇકાલે પ્રદ્યુમનનગર પોલીસની ટીમે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા અને મહિલાની અટકાયત કરી હતીતો હવે સવાલ એ થાય કે આ મહિલા બુટલેગર પાસેથી દારુ મેળવનાર પ્યાસીઓને પણ શોધવા અઘરા પડશે

























































