Mysamachar.in-જામનગર:
વધુ એકવાર માયસમાચાર ન્યુઝ પોર્ટલ સમાચારમાં અગ્રેસર રહ્યું છે, અને સમાચાર પ્રસિદ્ધ થયાની ગણતરીની કલાકોમાં અસરના ભાગ સ્વરૂપે ઓર્ડર રદ કરવાની અધિકારીને ફરજ પડી છે, વાત એવી છે કે જિલ્લાભરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શહેર અને જીલ્લાની ૬૦૦ જેટલી શાળાઓમાં માટે ૫૪ લાખ જેવી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, સરકારની ગાઈડલાઈન અને નીતિનિયમોને નેવે મુકીને જામનગર જીલ્લા સર્વ શિક્ષા અભિયાન કચેરીના કર્મચારી દ્વારા સર્વ શિક્ષાઅભિયાન ના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાનું ધ્યાનભંગ કરી અને ગેરમાર્ગે દોરી સહી કરાવી લેવાનો એક પત્ર શિક્ષણજગતમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો,
સુરક્ષા સેતુ સોસાયટીના મહિલા કોચ મારફત આપવાની તાલીમને બદલે કર્મચારીઓની ભૂંડી ભૂમિકાને કારણે એક ખાનગી સંસ્થાને આ કોન્ટ્રાકટ કોઈ ચોક્કસ હેતુથી આપી દેવામાં આવ્યો હતો અને તેમાં અધિકારીની સહી પણ થઇ જતા આ મામલો જામનગરના શિક્ષણજગતમાં ભારે ચકચાર મચાવી દેતા અંતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોડીયાને આ બાબત ધ્યાને આવતા તેવોએ આ પત્ર તાત્કાલિક રદ કરવાનો હુકમ કર્યો છે.
-મહિલા કર્મચારી વિરુદ્ધ ગાંધીનગર સુધી રીપોર્ટ કરીશ:એસ.એલ.ડોડીયા
સર્વ શિક્ષા અભિયાનના જામનગર કચેરીના કો ઓર્ડીનેટર હેતલ ભટ્ટ એકીસાથે કેટલાય કાગળો સહી માટે લઈને આવ્યા હતા, અને મારી સહી કરાવી લીધી, ખરેખર એને આટલી ગંભીર બાબત હોય તો મારું ધ્યાન દોરવું જોઈએ, અને હું આ મામલે ગાંધીનગર પણ કર્મચારી વિરુદ્ધ રીપોર્ટ કરીશ અને મેં તેમને ઠપકો પણ આપ્યો છે,
-સહી કરાવી લેનાર મહિલા કર્મચારી ભૂતકાળમાં પણ વિવાદમાં રહી ચુક્યા છે,
ગર્લ્સ એજ્યુકેશન કો ઓર્ડીનેટર હેતલ ભટ્ટ કોન્ટ્રાકટબેઇઝ કર્મચારી છે, અને તેવો ભૂતકાળમાં પણ અમુક મામલાઓ ને લઈને વિવાદમાં રહી ચુક્યા છે, અને તેવો કોન્ટ્રાકટબેઇઝ કર્મચારી હોય તેવોના કરારમાં તેણીએ અપડાઉન કરવાનું નથી છતાં દૈનિક રાજકોટ અપડાઉન કરી રહ્યા છે, છતાં તેના કોન્ટ્રાકટ રીન્યુ શા માટે કરવામાં આવે છે.? તે પણ પ્રશ્ન છે. ગઈકાલે જયારે સમગ્ર મામલાની જાણ અધિકારી ડોડીયાને થઇ ત્યારે તેવોએ આ કર્મચારીને તતડાવતા તેણીએ માફી માંગી હતી.