• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ફરિયાદો: સરકારના ક્યા વિભાગમાં, કેટલો ભ્રષ્ટાચાર…

વિકાસ તરફ હરણફાળ ભરી રહેલાં ગુજરાતનો શહેરી વિકાસ વિભાગ સૌથી ભ્રષ્ટ...

My Samachar by My Samachar
March 28, 2025
in ગાંધીનગર, ગુજરાત
Reading Time: 1 min read
A A
ATKTમાં પાસ કરાવી દેવા 13 હજારની લાંચ માંગનાર લાંચીયો ACBના સકંજામાં આવ્યો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

સરકાર, વિકાસ અને ભ્રષ્ટાચાર- આ 3 શબ્દો એકમેકની સાથે એટલાં ગાઢ રીતે સંકળાયેલા જોવા મળી રહ્યા છે કે, ખુદ સરકારના આંકડા કહે છે: વિકાસ સાથે સંકળાયેલો વિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિકાસ શબ્દ સાથે રૂપિયા સંકળાયેલા હોય અને જ્યાં વધુ રૂપિયા હોય ત્યાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકતો હોય, એ સમજી શકાય એવી વાત છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં એક રિપોર્ટ મૂકવામાં આવ્યો. આ રિપોર્ટ રાજ્યના વિજિલન્સ કમિશન એટલે કે તકેદારી આયોગ દ્વારા રજૂ થયો. રાજ્યમાં કયાંય પણ મોટી અનિયમિતતાઓ, ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર થયાની આશંકાઓ હોય, તે અંગે વિજિલન્સ કમિશનમાં ફરિયાદો થતી હોય છે. આ ફરિયાદોની વિભાગવાર માહિતીઓ પરથી ખ્યાલ આવી શકે કે, સરકારના ક્યા વિભાગમાં ‘જમણ’ મોટેપાયે ચાલે છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યનો શહેરી વિકાસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે.

વિધાનસભામાં વર્ષ 2023નો રિપોર્ટ જાહેર થયો. રિપોર્ટ અનુસાર, આ વર્ષમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કુલ 11,196 ફરિયાદ દાખલ થઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વિરુદ્ધ સૌથી વધુ 2,170 ફરિયાદ દાખલ થઈ.

આ ઉપરાંત અન્ય આંકડા મુજબ, મહેસૂલ વિભાગ વિરુદ્ધ 1,849 ફરિયાદ- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સામે 1,418 ફરિયાદ દાખલ થઈ. આ 3 વિભાગ સામેની ફરિયાદોની સંખ્યા દર્શાવે છે કે, આ વિભાગો રાતદિવસ ‘આ જ કામ’ કરી રહ્યા છે.

પોલીસને સંભાળતા ગૃહ વિભાગ સામે 1,214 ફરિયાદ દાખલ થઈ. શિક્ષણ વિભાગમાં 596 ફરિયાદ,  માર્ગ અને મકાન વિભાગમાં 486 ફરિયાદ દાખલ થઈ. ઉદ્યોગ તથા ખાણ વિભાગમાં 378 ફરિયાદ અને સામાન્ય વહીવટ વિભાગ સામે 360 ફરિયાદ દાખલ થઈ. આ ઉપરાંત નર્મદા જળસંપતિ અને પાણીપૂરવઠા વિભાગ વિરુદ્ધ 385 ફરિયાદ અને ગટર વિભાગ વિરુદ્ધ 101 ફરિયાદ, વીજતંત્ર વિરુદ્ધ 97 ફરિયાદ અને સરદાર સરોવર નિગમ વિરુદ્ધ 52 ફરિયાદ દાખલ થઈ. આ તમામ ફરિયાદોના આધારે કેટલાં અધિકારીઓ અને કર્મચારીઓને સજા થઈ એ વિગતો હાલ બહાર આવી નથી.(symbolic image)

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®