mysamachar.in-જામનગર
પીવાના પાણીની સમસ્યાથી ધેરાયેલા નાગરિકે ધારાસભ્યના નામે મોબાઈલ ફોન પર ખાનગી કંપનીના અધિકારીને જાનથી મારી નાખવાની અને અધિકારીના પરિવારના સભ્યોને ઉઠાવી લેવાની ધમકી આપ્યાની ફરિયાદ જામનગરના બેડી મરીન પોલીસ મથકે નોધાતા ધારાસભ્યના નામે ફોન કરનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે,
જામનગર બેડી નજીક આવેલ સેચ્યુરિયન કેમિકલ્સ કંપની આવેલ છે,આં કંપનીની બાજુમાં કોલોની આવેલ હોય,આ કોલોની પાસેથી કંપનીની પાણીની લાઇન પસાર થતી હોવાથી કોલોનીવાળાને લાઇનમાંથી જોડાણ આપવા દેવા મામલે કંપનીના જનરલ મેનેજર ઉમેશ જૈનને તેના મોબાઈલ ફોન પર હું હળવદનો ધારાસભ્ય બોલું છું કોલોનીવાળાને પાણીની લાઇનમાંથી જોડાણ લેવા દેજે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મેનેજરના પરિવારને ઉઠાવી લેવાની દાટી મારીને ફોનમાં બેફામ ગાળો આપવા લાગતા અધિકારીને ધારાસભ્યના નામે ફોન કરનાર આ શખ્સ સામે ફરિયાદ નોધાવી છે,
આ મામલે બેડી મરીન પોલીસ મથકના ફોજદાર ગોહિલએ તપાસ હાથ ધરતા કંપનીના મેનેજરને ધારાસભ્યના નામે ધમકી આપનાર બેડીમાં કંપનીની બાજુમાં આવેલ કોલોનીનો જ પ્રવીણ નામનો શખ્સ હોય આ મામલે ફરિયાદ નોધાતા કોલોની મૂકીને નાશી ગયો છે જેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.