Mysamachar.in-સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં તત્કાલિન અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને ઇન્ચાર્જ મામલતદાર સામે સરકારે આકરું પગલું કરીને ફરજ મોકૂફ કર્યા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર દ્વારા આ ત્રણેય અધિકારી સામે ACBમાં ફરિયાદ નોંધાવવાનો પ્રથમ કિસ્સો બહાર આવતા રાજયભરના મહેસૂલ વિભાગમાં સનસનાટી ફેલાઈ છે,
આ જમીન કૌભાંડની જાણે વિગત એમ છે કે સુરેન્દ્રનગરના તત્કાલિન અધિક કલેક્ટર સી.જી.પંડ્યા, ડેપ્યુટી કલેક્ટર સી.ઝેડ.ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે.એલ.ઘાડવી દ્વારા તેમની સમક્ષ ચાલતી જમીન ટોચ મર્યાદાની ન્યાયીક કાર્યવાહી દરમ્યાન પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરીને, બીનપીયતની જમીનનો કાયદા વિરુદ્ધના હુકમો કરી, સરકારી મિલકતનો દુર્વય્ય કરી જીવાપર તથા બામણબોર ગામની જમીનના ૩૨૦ એકર ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી, ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટ ના હુકમ નું ખોટુ અર્થધટન કરી લાભ મેળવનારાઓના જમીન ખાતે ચડાવી તેઓને ગેરકાયદે લાભ પહોંચાડી રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરીને સરકારને રૂ.૩,૨૩,૦૩,૫૫૬નુ નાણાકીય નુકસાન કરી ગુન્હો કર્યા અંગેની સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કનકપતિ રાજેશ દ્વારા જાતે ફરિયાદી બનીને સુરેન્દ્રનગર ACBમાં ફરિયાદ નોંધાવી છે,
આમ સુરેન્દ્રનગરના ચકચારી આ જમીન પ્રકરણમાં ACBમાં ફરિયાદ થતા નવો વણાંક આવ્યો છે. જેનાથી સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારી તથા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.