રાજ્ય સરકાર ના આઈએસએસ અધિકારીઓ માટેની નવમી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે..જેમાં રાજ્યના તમામ કલેકટર,કમિશ્નર અને ડીડીઓ સહિતના આઈએએસ અધિકારીઓ આ શિબિર માં ભાગ લઇ રહ્યા છે..વડોદરાના જીએસએફસી સંકુલ ખાતે યોજાઈ રહેલ આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત મંત્રીમંડળના સભ્યો પણ ગઈકાલે ઉપસ્થિત રહ્યા હતા..
મુખ્યમંત્રી એ ગઈકાલે આ શિબિર નો આરંભ કરાવતા જણાવ્યું હતું કે આ ત્રિદિવસીય શિબિર પ્રજા કલ્યાણ ના કાર્યોને નવી દિશા આપનારી હોવાનું જણાવતા રુપાણીએ અધિકારીઓને સલાહ પણ આપી કે પ્રજાહિતના નિર્ણયો ઈમાનદારી અને પ્રમાણિકતા થી થવા જોઈએ.અમુક અધિકારીઓ જી.આર ને વળગી રહે છે તેને વળગી રહેવાને બદલે તેનો હાર્દ પકડી અને સંવેદનશીલતા અને પારદર્શકતા થી લોકોના કામો કરવા પણ અધિકારીઓને શિબિરમાં હાંકલ કરી
સીએમ એ અધિકારીઓને લોકો સાથે સંવેદનશીલ રહી અને અરજદારો ને સંતોષ થાય તે રીતે ઝડપભેર કાર્યો કરવા અને સરકારની છબી લોકોમાં સ્વચ્છ બને તેવી સલાહો તો આપી પણ જોઈએ સીએમની શિખામણ નો અમલ ચિંતન શિબિર બાદ કેટલો થશે…કે પછી શેઠની શિખામણ ઝાપા સુધી રહેશે..