Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના વોર્ડ નંબર 2 ના ગાંધીનગર વિસ્તારમાં એક પ્લાન્ટ આવેલ છે આ પ્લાન્ટ જ્યારથી શરુ થયો ત્યારથી માંડીને આજ દિન સુધી કોઈને કોઈ બાબતને લઈને તેનો વિરોધ થતો રહે છે, પણ કોઈના કંપનીને થાબણભાણાને કારણે કંપની નીતિનિયમો નેવે મુકીને ચાલી રહી હોવાનું લાગે છે, ગતરોજ મનપાની સામાન્ય સભામાં પણ વોર્ડ નંબર 2 ના ભાજપના જ સભ્યો જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી,.
કોર્પોરેટરોએ રજૂઆત કરતા કહ્યું કે વોર્ડ નંબર 2માં આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી છેલ્લા કેટલાક દિવસોથી અતિ તીવ્ર દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં ફેલાવી રહી છે, , જેને કારણે ના માત્ર વોર્ડ નંબર 2 જ પણ વોર્ડ ૩ અને 4 ના કેટલાક વિસ્તારોના સ્થાનિકો પણ આ દુર્ગંધનો સામનો કરી રહ્યા છે, સભ્યોના જણાવ્યા અનુસાર શિયાળામાં પવનને કારણે આ પ્રશ્ન વધુ પેચીદો બની રહ્યો છે અને દુર્ગંધના નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં ના આવે તો લોકોના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો હોવાનું રજૂઆતના અંતે જણાવ્યું છે.