આવનાર દસ દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે આ દાવો રાજકોટ ખાતે ગુજરાતના પાસના કન્વીનર હાર્દિક પટેલ એ કરતાં ની સાથે જ રાજ્યના વાતાવરણમાં ભારે ગરમાવો આવી ચુક્યો છે..અને ખુદ ભાજપના નેતાઓ એ પણ આ મામલે ખુલાસો કરવા માટે મેદાને આવવું પડ્યું છે…હાર્દિકના નિવેદન ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓએ હાર્દિક પટેલના આ દાવાને ફગાવી દીધો છે..તો બીજી બાજુ હાર્દિક પટેલએ ટીવી ચેનલો સાથેની વાતચીતમાં દાવા સાથે કહ્યું છે કે ગઈકાલે મળેલ કેબિનેટની બેઠકમાં વિજય રૂપાણી નું રાજીનામું લેવાય ચૂક્યું છે…અને ક્ષત્રિય અથવા પાટીદાર સમાજના નેતાને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે તેવી પણ હાર્દિક એ વાત કરી છે..લોકસભાની ચુંટણી સમયે ૨૬ માં થી ૨૬ સીટ ગુજરાતમાં સચવાઈ રહે તેના માટેના તમામ પ્રયાસો હાઈકમાંડ કરી રહ્યું છે..
હાલતો હાર્દિકના દાવાઓ ને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે..પણ પાસ કન્વીનર હાર્દિક પટેલના દાવામાં કેટલો દમ તે દસ દિવસ બાદ ખ્યાલ આવી જશે પણ હાલ તો ભાજપના નેતાઓ આ વાતને રદિયો આપી રહ્યા છે…