Mysamachar.in-બનાસકાંઠા:
ગુજરાતમાં બનતા રોડ રસ્તા અને બ્રીજોની ગુણવતા પર વર્ષોથી સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે લગત સૌની “કટકી” ઓના કારણે બ્રિજની ગુણવતા નબળી કેટલાય કિસ્સાઓમાં અયોગ્ય હોવાનું સામે આવતું રહે છે, ત્યારે આજે રાજ્યના બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં જે બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી તે સબક છે, જાણવા મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ આજે સાંજના સમયે અચાનક જ ધરાશાયી થતાં નીચે ઊભેલાં ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગયાં હતાં.
બ્રિજ દુર્ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં બ્રિજ નીચે પાર્ક કરી ઉભેલો એક રિક્ષાચાલક દુર્ઘટના સમયે ભાગવા જતા તેની માથે મહાકાય સ્લેબ પડતો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કાટમાળ દૂર કરાતા કાટમાળ નીચે દટાયેલી રિક્ષા અને તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો છે. પાલનપુર આરટીઓ સર્કલ પાસે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો તે પહેલા અહીં સામાન્ય રીતે ટ્રાફિકની અવરજવર જોવા મળી રહી છે.તેથી મોટી જાનહાની અટકી છે.