Mysamachar.in-વડોદરા:
આજના સમયમાં ખાસ કરીને યુવાઓ બ્રાન્ડેડ ચીજવસ્તુઓના શોખીન બની રહ્યા છે, ત્યારે બ્રાન્ડેડ આઈટમ પર પણ કઈ રીતે વિશ્વાસ કરવો તેનો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે જેમાં પોલીસે નામાંકીત કંપનીઓની ડુપ્લિકેટ કાંડા ઘડીયાળોનો જથ્થો ઝડપી પાડ્યો છે,

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નામાંકિત કંપનીના નામની નકલી ૫૪૦ કાંડા ઘડિયાળો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. 27 લાખની કિંમતની 540 ડુપ્લિકેટ ઘડિયાળ સાથે ઇશ્વર ધનશ્યામભાઇની વડોદરા ક્રાઇમ બ્રાચે ધરપકડ કરી કોપીરાઈટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.