Mysamachar.in-જામનગર
આજના સોશ્યલ મીડિયાના યુગમાં યુવતીઓ ખુબ જ સરળ રીતે પોતાના ફોટા અને વિડીયો પોતાના પ્રેમીઓ પર વિશ્વાસ કરીને આપી દે છે, પણ આ રીતે મુકવામાં આવેલ આંધળા વિશ્વાસનો ગેરલાભ કેટલાક યુવકો ઉઠાવી લે છે અને સમય જતા યુવતીને આ સ્થિતિનો સામનો કરવો અઘરો પડી જાય છે, અહી વાત થઇ રહી છે જામનગર જીલ્લાના ધ્રોલ ગામની..જ્યાં ઘરકામ કરતી 29 વર્ષીય યુવતીનો પરિચય થોડા સમય પૂર્વે ગામમાં જ વસવાટ કરતા અને વકીલાત કરતા હેમત ગેલજીભાઈ ચાવડા સાથે થયો હતો,
પરિચયમાં આવ્યા બાદ બન્ને પ્રેમસબંધમાં બંધાયા હતા, અને એકબીજા સાથે વાતચીત સહિતના વ્યવહારો થયા હતા.જે બાદ ફરિયાદ કરનાર યુવતીના અન્ય સાથે લગ્ન થઇ જતા પોતાની પૂર્વ પ્રેમિકાને પામવા આરોપી હેમતે યુવતીના અશ્લીલ ફોટા અને તેણી સાથેનું વિડીયો કોલ રેકોર્ડ તેણીના સબંધીઓને મોકલી આપી વાઈરલ કર્યા હતા,અને આટલેથી ના અટકતા આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની આ ચકચારી ઘટના ધ્રોલપોલીસ મથકમાં નોંધાતા સીપીઆઈ ધ્રોલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.