Mysamachar.in-જામનગર
my samachar હંમેશા જાગૃત પ્રહરીનું કામ કરે છે, થોડા દિવસો પૂર્વે અમારા માધ્યમ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય સહિતની યોજનાઓના કાર્ડ સહિતની કામગીરી બંધ થઇ ગઈ હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યાં બાદ જામનગર જીલ્લાના કેટલાક જાગૃત જનપ્રતિનિધિઓ પણ આગળ આવ્યા હતા, અને આ મામલે રજુઆતો કરતા તેની અસર સ્વરૂપ આજથી જીજી હોસ્પીટલમાં આ કામગીરી શરુ થઇ ગઈ હોવાનનું જાણવા મળે છે, સાથે જ આજે 3 કાર્ડ બન્યાનું પણ સામે આવે છે.
અંદાજે એકાદ મહિના પૂર્વે સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ માં વાત્સલ્ય કાર્ડ ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી અને સીએચસી દ્વારા અને શહેરી વિસ્તારમાં સરકારી હોસ્પિટલો દ્વારા કાઢી આપવામાં આવશે અને મ્યુનિસિપાલીટી કે તાલુકા પંચાયત દ્વારા કાઢવામાં આવે છે. તે પ્રથા બંધ કરવામાં આવેલ છે. પરંતુ સરકાર દ્વારા જ્યારથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મા અને માં વાત્સલ્ય કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ કરેલ છે, ત્યારે સરકારના દવાખાના કે હોસ્પિટલોમાં સોફટવેર નહી ચાલતો હોવાનું કારણ દર્શાવી માં અને માં વાત્સલ્ય કાર્ડની નવા કાર્ડ કાઢવાની કામગીરી બંધ પડી હતી જે આજથી ચાલુ થઇ છે.
હવે આ કામગીરી શરુ થતા જરૂરીયામંદ દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને મદદ મળવામાં આસાની થશે. આજથી શરુ થયેલ કામગીરીમાં હોસ્પીટલમાં દાખલ દર્દીઓ સહિતના દર્દીઓને પ્રાધાન્ય આપવામાં આવશે જયારે અન્ય નવા કાર્ડ સુધારા વધારા સહિતના કામો માટે ટોકન સીસ્ટમ દ્વારા કામગીરી થશે તેમ જાણવા મળે છે.