Mysamachar.in-રાજકોટ
આયુર્વેદિક સિરપના ઓઠા હેઠળ નશાકારક સિરપના બેફામ થતાં વેચાણ સામે પોલીસ ચાર સ્થળે દરોડા પાડી 825 બોટલ જપ્ત કરી તેના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. નશાકારક સિરપની બોટલો જામનગર અને ભાવનગરથી આવતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. રાજકોટ શહેરના ઢેબર રોડ પર અટિકા ફાટક પાસે આવેલી પાનની દુકાનમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ દુકાન સંચાલક નશાકારક સિરપનું વેચાણ કરતો હોવાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ અંસારી સહિતની ટીમ ખાબકી હતી.
પોલીસે દુકાનમાંથી અલગ અલગ બ્રાંડની રૂ.72400ની કિમતની 724 બોટલ જપ્ત કરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુંકે, અનેક સીરપની બોટલમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ પણ લખવામાં આવ્યું હતું. પોલીસે જુદી જુદી આ દુકાનોમાંથી મળી આવેલી બોટલો નશાકારક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુછે, દૂકાનદારોને રૂ.50માં બોટલ મળતી હતી અને તે ગ્રાહકોને રૂ.100માં વેચતા હતા. એફએસએલ રિપોર્ટ બાદ જરૂર પડ્યે દૂકાનદારોની ધરપકડ સુધીના પગલાનો તપાસનીશ અધિકારીએ નિર્દેષ આપ્યો હતો.