Mysamachar.in-જામનગર:
જામનગર પંચ બી ડીવી પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથકના વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ એમ.એલ.જાડેજા પો. હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા હરદેવસિંહ જાડેજાને ચોક્કસ સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે લાલપુર બાજુથી એક સફેદ કલર ની નંબર પ્લેટ વિનાની બ્રેઝા કાર મા બે ઇસમો દેશી દારૂનો જથ્થો ભરી દરેડ બાજુ આવે છે જે હકિકત આધારે વોચમા રહેતા રેઇડ દરમ્યાન હીતેશ ઉર્ફે શાકીડો સોમાભાઈ ચાવડા રહે. ન્યુ સાધના કોલોની જામનગર અને એક અજાણ્યા ઇસમના કબ્જા ભોગવટાની બ્રેઝા કારમાથી દેશી પીવાનો દારૂ લીટર-750 કિ.રૂ.15000 તેમજ બ્રેઝા કારની કિ.રૂ.5,00,000 મળી કુલ મુદામાલ કિ.રૂ 5,15,000 નો મુકી બન્ને ઇસમો રેઇડ દરમ્યાન નાશી ગયેલ હોય જે અગેની ફરિયાદ પો.હેઙકોન્સ નિર્મળસિંહ જાડેજા નાઓએ આપેલ હોય અને આગળની તપાસ એ.એસ.આઇ એમ.એલ.જાડેજા ચલાવે છે.