Mysamachar.in:જામનગર
જામનગરના આંગણે સૌથી મોટા અને રાજ્ય કક્ષાના પ્રોપર્ટી-શો અને હોમ ડેકોર, 2023નું ભવ્ય આયોજન થઈ રહયું છે. ફેડરેશન ઓફ આર્કિટેકટ અને એન્જીનીયર એશોસીએશન- જામનગર તથા ધરા ઇન્ફોટેક – રાજકોટના સંયુકત ઉપક્રમે આગામી તા. 28 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી-2024 સુધી યોજાનાર 5 દિવસીય આયોજન થકી જામનગર ઇતિહાસ રચવા જઈ રહયું છે.અત્યારના સમયમાં જામનગરનું રિયલ એસ્ટેટ સેકટર તેજીના પંથે પ્રયાણ કરી રહયું છે ત્યારે પ્રોપર્ટી-શો નું આયોજન એક નવું ઇજન પુરુ પાડશે પ્રોપર્ટી-શો માં જામનગરના નાના-મોટા બિલ્ડર્સ, ડેવલોપર્સ, નવા વિસ્તારોમાં બની રહેલા મકાનો, ફલેટ, વિલા વગેરે ભાગ લઈ રહ્યા છે જેથી લોકોને સપનાના ઘર માટે અનેક વિકલ્પો મળી રહેશે આ ઉપરાંત બેંકો દ્વારા સરળ લોન માટે પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
પ્રોપર્ટી-શો માં જામનગરના પ્રતિષ્ઠિત બિલ્ડર્સ, બિલ્ડીંગ મટીરીયલ્સ ટ્રેડર્સ અને સપ્લાયર્સ, ટેકનોલોજી અને સર્વિસ પ્રોવાઈડર્સ, ફર્નિચર, ઈલકટ્રોનિકસ, સેનેટરી વેર્સ, ટાઇલ્સ, હાર્ડવેર, ઇન્ટીરીયર ડિઝાઇનર્સ સહિતના સ્ટોલ અને પેવેલીયન રાખવામાં આવ્યા છે જેથી લોકોને ઘર વસાવવાથી લઇ સજાવવાના અનેક વિકલ્પો મળી રહેશે
રિયલ એસ્ટેટ સેકટરને તેજીના પંથે પ્રયાણ કરવામાં દરેક જામનગરવાસીઓની ભાગીદારી અનિવાર્ય છે.
પ્રોપર્ટી-શો અને હોમ ડેકોર, 2023ને સફળ બનાવવા ફેડરેશન ઓફ આર્કિટેક્ટ અને એન્જીનીયર એશોસીએશન – જામનગર તરફથી પ્રમુખ હાર્દિક દવે, ઉપપ્રમુખ કલ્પેશ હડીયલ સેક્રેટરી આશીષ આશા ખજાનચી જતીન જગતીયા પ્રોજેકટ ડાયરેકટર ચેતન વલેરા તથા રજની માનસતા તેમજ પ્રોપર્ટી-શો, હોમ ડેકોર રાજકોટના પ્રફુલ ચંદ્રેશા અને ડિઝીટલ ગ્રાફિટીના રણવીરસિંઘ જહેમત ઉઠાવી રહયા છે પ્રોપર્ટી-શો ની વધુ માહિતી માટે 9978933966 ઉપર સંપર્ક કરી શકાય છે.
-એકસપો શા માટે છે ખાસ ?
7 થી વધુ મોટા ડોમ
30 હજાર ચો.ફુટ વિસ્તાર 150 થી વધુ સ્ટોલ્સ 1.3 લાખથી વધુ મુલાકાતીઓના અંદાજ સાથે વ્યવસ્થિત આયોજન
વિશાળ કાફેટેરીયા
300 થી વધુ લોકો માટે સેન્ટ્રલ પ્લાઝા
ઓટો અને ઓટોમેશન કોર્પોરેટસના ડિસ્પ્લે સ્ટોલ્સ
-મુલાકાતીઓ માટે શું છે ખાસ ?
30 જેટલા બિલ્ડર્સના 100 થી વધુ તમામ કેટેગરીના પ્રોજેકટસ ડિસ્પ્લે
100 થી વધુ ઇન્ટીયર અને આર્કિટેકચરલ પ્રોડકટસના સ્ટોલ વિવિધ બેંકો દ્રારા લોન અંગે સરળ
માર્ગદર્શન ડિસ્પ્લે ગેલેરી વિવિધ વિષયો પર તજજ્ઞો દ્રારા સેમીનાર અને બીજુ ઘણું બધુ…
-વિવિધ સ્ટોલમાં શું છે ખાસ ?
પ્રોપર્ટી ડેવલોપર્સ અને બિલ્ડર્સ
બિલ્ડીંગ મટીરીયલ્સ
સેનેટરી વેર્સ અને બાથ ફિટીંગ્સ ફર્નિચર, ટાઇલ્સ, હાર્ડવેર હોમ અને કિચન એપ્લાયન્સીઝ લાઇટસ અને ઇલેકિટ્રક આઇટમ્સ ઇન્ટીરીયર ડેકોરેશન આઇટમ્સ અને બીજુ ઘણું બધુ..