Mysamachar.in:ગુજરાત
આજના સમયમાં સ્માર્ટફોન મોટાભાગના લોકોના હાથમાં છે અને આ સ્માર્ટફોનમાં લગભગ તમામ ફોનમાં વોટ્સએપ એપ્લીકેશન છે, જેનાથી લોકો એકમેકના સંપર્કોમાં રહે છે, સૌથી વધુ વપરાશ થતી સોશ્યલ મીડિયા ચેટ એપ વોટ્સએપે આજે તેના એક ફીચરમાં મોટું અપડેટ આપ્યું છે, જે કેટલાય યુઝરો માટે મહત્વનું બની રહેશે. વોટ્સએપ એપ્લીકેશન વાપરનાર યુઝરો માટે મેટાએ કહ્યું કે એક જ વોટ્સએપ એકાઉન્ટ એક થી વધુ ફોન પર વાપરી શકાય તે રીતનું ફીચર વપરાશ કરી શકે તેવી સુવિધા શરુ કરી છે, જે થોડા સમયમાં તમામ લોકો વાપરી શકશે, એક જ વપરાશકર્તા અન્ય ચાર મોબાઈલમાં પણ વોટ્સએપ કનેક્ટ કરી શકશે,
મેટાએ વધુમાં કહ્યું કે વોટ્સએપ એકાઉન્ટથી જોડાયેલ દરેક ફોનના ખાનગી મેસેજ મીડિયા કોલ તે વ્યક્તિ પોતે અથવા તેના સંપર્કમાં રહેવાવાળા લોકો જ જાણી શકે, વપરાશકર્તાઓને Android અથવા iOS ઉપકરણ પર WhatsApp એકાઉન્ટ રાખવાની મંજૂરી આપશે અને પછી એક સાથી ઉપકરણ ઉમેરી શકશે, જે Android અથવા iOS ઉપકરણ હોઈ શકે છે. Meta એ પુષ્ટિ કરી છે કે અપડેટ સમગ્ર વિશ્વમાં રોલ આઉટ થઈ રહ્યું છે અને આગામી અઠવાડિયામાં તમામ ઉપકરણો સુધી પહોચતું થશે.