Mysamachar.in-રાજકોટ
કોરોના વાયરસનો કાળો કહેર ફેલાયો છે. એવામાં સૌરાષ્ટ્રના રાજકોટમાં સરકારી કોવિડ હોસ્પિટલ કોરોનાના વધુ કેસો આવવાને કારણે દર્દીઓથી ભરાઈ રહી છે, તો બીજી તરફ અહીં હોસ્પિટલોમાં કોરોનાથી મોત થયેલા દર્દીઓની વધુ મૃત્યુ થતાં હોવાના અહેવાલો પણ સામે છે. ત્યારે સોશિયલ મીડિયામાં કોવિડના એક દર્દી સાથે હોસ્પિટલના સ્ટાફ દ્વારા અયોગ્ય વ્યહવાર કરી અને તેની સાથે માર મારવા સુધીનું અમાનવીય વર્તન નિષ્ઠુરતાથી કરવામાં આવી રહ્યું છે. જે વાયરલ થયેલા વિડીયો મારફતે સ્પષ્ટ જણાય રહ્યું છે. રાજકોટની કોવિડ હોસ્ટિપલના સામે આવેલાં એક વીડિયોમાં દર્દીને મારામારી કરતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
તેમાં દર્દીને PPE કીટ પહેરેલ હોસ્પીટલનો સ્ટાફ ઉપર પડીને માર મારી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પાસે લાકડી પણ છે. જેનો ઉપયોગ થયાનું જાણમાં આવી રહ્યું છે. વીડિયોમાં દર્દી પાણી માંગતો હોવાનો ઉલ્લેખ એકદમ ચોખ્ખો સંભળાઈ છે. એટલું જ નહીં, હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. આ વિડીયો જોતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને અરેરાટી પણ ફેલાઈ છે.અને હોસ્પિટલ સ્ટાફ સામે ફિટકાર વરસી રહ્યો છે.એક તરફ કોઈક ની સેવા કરીને સારું કામ બીજી તરફ આવું કામ કેટલું યોગ્ય તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે.
આ અંગે રાજકોટ કોવિડ હોસ્પિટલના ડો. પંકજ બૂચ એક નિવેદનમાં સ્પષ્ટ બાબત હોવા છતાં સરકારી ઢબે લૂલો બચાવ કરતાં કહ્યું કે જે દર્દીને માર મારતો વીડિયો સામે આવ્યો હતો તે વીડિયો મુદ્દે તપાસની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઘટનામાં જેની સંડોવણી હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. જે દર્દી છે તે અનેક બીમારીથી પીડિત છે. આ દર્દી પોતાને અન્ય દર્દીને લગભગ નુકસાન પહોંચાડતા હતા. જેના કારણે જ હોસ્પિટલનો સ્ટાફ તેને પકડીને પોતાના કબજામાં લઈ રહ્યો છે. હવે આ માટે આગળ ખરા અર્થમાં આ માટે શું કાયદેસરના પગલાં ભરાશે? તે જોવું રહ્યું..